ભરૂચઃ અંકલેશ્વરમાં માતાજીની મૂર્તિ વિસર્જન દરમ્યાન 4 લોકો ડૂબ્યા, 3ના મોત

દશેરાએ દઢાલ ગામે વહેતી અમરાવતી નદીમાં માતાજીની પ્રતિમા વિસર્જન કરવા પહોંચ્યા હતા. ત્યારે તળાવમાંં મહિલા સહિત 4 ભક્તો ડૂબી ગયા હતા. જે પૈકી 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલી શુભલક્ષ્મી સોસાયટીના રહીશો દશેરાએ દઢાલ ગામે વહેતી અમરાવતી નદીમાં માતાજીની પ્રતિમા વિસર્જન કરવા પહોંચ્યા હતા. ત્યારે તળાવમાંં મહિલા સહિત 4 ભક્તો ડૂબી ગયા હતા. જે પૈકી 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે સારવાર હેઠળ રહેલી 1 મહિલાની સ્થિતિ પણ ગંભીર હોવાનું બહાર આવ્યું છે.

મળતી પ્રાથમિક માહિતી મુજબ રાજપીપલા ચોકડી પાસેની શુભલક્ષ્મી સોસાયટીના રહીશો સાથે આ ઘટના બની છે. આ સોસાયટીના રહીશો શુક્રવારે દશેરાએ માતાજીની મૂર્તિનું ભાવભેર વિસર્જન કરવા દઢાલ ગામે પહોંચ્યા હતા. અમરાવતીની નદીની ખાડીમાં મૂર્તિ વિસર્જન કરતી વેળા મહિલા ડૂબવા લાગી હતી. ત્યારે મહિલાને  બચાવવા જતા સોસાયટીના અન્ય 3 યુવાનોએ ખાડીના ઊંડા પાણીમાં ઝપલાવ્યું હતું. જોકે તેઓને પણ તરતા નહીં આવડતા ચારેય ડૂબવા લાગતા બુમરાડ મચાવી હતી.

સ્થાનિકો અને વિસર્જનમાં આવેલા અન્ય લોકોએ પાણીમાં ડૂબતા 4 લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 2 યુવાનોના ડૂબી જવાથી મોત થયા હતા. જ્યારે ગંભીર હાલતમાં રહેલી મહીલા સહિત એક યુવાનને બચાવી લઈ સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. જ્યાં યુવાનો દમ તોડી દીધો હતો.

ઘટનામાં બે મૃત્યુ પામનાર યુવાનો લલિત કનોજીયા અને તરુણશ્રી ભગવનસિંગના નામ બહાર આવ્યા છે. માતાજીનો વિસર્જનનો પ્રસંગ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Sputnik Vનો ઓર્ડર પૂરો નથી કરી રહ્યું રશિયા, લેટિન અમેરિકાથી લઈને એશિયા સુધી વેક્સિનની જોઈ રહ્યા છે લોકો રાહ

Click on your DTH Provider to Add TV9 Gujarati