આનંદો ! ચોમાસાની સિઝનમાં સૌપ્રથમ વાર સૌરાષ્ટ્રનો ભાદર 1 ડેમ ઓવરફલો, 22 ગામોને કરાયા એલર્ટ

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર 1 ડેમ (bhadar dam) ઓવરફલો થયો છે,ઉપરવાસમાં સતત વરસાદના પગલે ડેમ ઓવરફ્લો થયો હોવાનુ જણાઈ રહ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 8:13 AM

છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં (Gujarat) સર્વત્ર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે.રાજકોટ જિલ્લામાં (rajkot District) પણ ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો.જેને કારણે ડેમમાં પાણીની મોટી માત્રામાં આવક થઈ છે.સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર 1 ડેમ (bhadar dam) ઓવરફલો થયો છે, ઉપરવાસમાં સતત વરસાદના પગલે ડેમ ઓવરફ્લો થયો હોવાનુ જણાઈ રહ્યુ છે.

સતત વરસાદના પગલે ડેમ ઓવરફ્લો

અવિરત વરસાદને પગલે ડેમના 8 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જો વિગતે વાત કરીએ તો 27 હજાર ક્યૂસેક આવકની સામે 7 હજાર ક્યૂસેક જાવક હાલ નોંધાઈ છે. મહત્વનું છે કે, 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડતો ડેમ ચોમાસાની આ સિઝનમાં (Monsoon Season) સૌ પ્રથમ વાર ઓવરફ્લો થયો છે. ભાદર-1 ડેમ ઓવરફલો થતાં 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ગોંડલમાં સતત ચોથા દિવસે મૂશળધાર વરસાદ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં સતત ચોથા દિવસે મૂશળધાર વરસાદ (Heavy Rain) વરસ્યો. ગાજવીજ અને ભારે પવન સાથે મેઘરાજાની તોફાની બેટિંગથી રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા હતા. તો ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને બફારાથી રાહત મળી હતી.

જેતપુરમાં ગાજવીજ સાથે વરસાદ

તો બીજી તરફ જેતપુરમાં (jetpur) સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદી મહેર જોવા મળી.મુશળધાર વરસાદથી મોટા ભાગના રસ્તાઓ પાણી-પાણી થયા હતા.મહત્વનું છે કે, વીરપુર, પીઠડીયા, કાગવડ સહિતના ગામોમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">