લઠ્ઠાકાંડને રાજકીય રંગ : ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલ લઇ શકે છે અસરગ્રસ્તોની મુલાકાત

બોટાદ (Botad) જિલ્લાના બરવાળા અને અમદાવાદના ધંધુકા તાલુકાની દેશી દારુ પીધા પછી જે લઠ્ઠાકાંડની પરિસ્થિતિ સર્જાઇ છે અને મૃત્યુઆંક 27 પર પહોંચી ગયો છે. ત્યારે હવે આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં (Gujarat) ચર્ચાઇ રહ્યો છે. આ મુદ્દાને લઇને રાજકારણ પણ ગરમાયુ છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Jul 26, 2022 | 10:37 AM

બોટાદ (Botad) જિલ્લાના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં (Latthakand) મોતના આંકડાઓ વધી રહ્યા છે. હાલમાં લઠ્ઠાકાંડથી મૃત્યુઆંક 24 પર પહોંચ્યો છે.  ત્યારે આ મામલે રાજકારણ પણ ગરમાયુ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) અસરગ્રસતોની જ્યાં દાખલ કરવામાં આવ્યા છે તે હોસ્પિટલની મુલાકાત લઇ શકે છે. સાથે જ મૃતકોના પરિવારજનોની મુલાકાત પણ લઇ શકે છે. અરવિંદ કેજરીવાલે લઠ્ઠાકાંડની લઇને ટ્વીટ કર્યુ છે અને ઘટના મામલે દુખ વ્યક્ત કર્યુ છે.

બોટાદ જિલ્લાના બરવાળા અને અમદાવાદના ધંધુકા તાલુકાની દેશી દારુ પીધા પછી જે લઠ્ઠાકાંડની પરિસ્થિતિ સર્જાઇ છે અને મૃત્યુઆંક 27  પર પહોંચી ગયો છે. ત્યારે હવે આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાઇ રહ્યો છે. આ મુદ્દાને લઇને રાજકારણ પણ ગરમાયુ છે. ત્યારે આ ઘટનાને લઇને ગઇકાલથી જ વિરોધ પક્ષો દ્વારા રાજકીય રંગ લવાય તેવુ લાગી રહ્યુ હતુ. ત્યારે હવે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ આ મુદ્દાને ઉઠાવી શકે છે. અરવિંદ કેજરીવાલ લઠ્ઠાકાંડના મૃતકોના પરિવારજનો તેમજ અસરગ્રસ્તોની મુલાકાત લઇ શકે છે. હાલ લઠ્ઠાકાંડના દર્દીઓ ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ત્યારે અરવિંદ કેજરીવાલ ભાવનગર જઇ શકે છે.

ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે લઠ્ઠાકાંડને લઇને ટ્વીટ કર્યુ છે. તેમણે લખ્યુ છે કે, ખૂબ જ દુઃખની વાત છે કે ગુજરાતમાં નકલી દારૂના કારણે લોકોના મોત થયા છે. હું તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું અને દુઃખની આ ઘડીમાં પીડિતો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા આજે ભાવનગર હોસ્પિટલ જઈ રહ્યો છું.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati