BANASKATHA : દિયોદરમાં કોંગ્રેસની સભામાં ગેનીબેન ઠાકોરે સરકાર વિરૂધ્ધ આક્રોશ ઠાલવ્યો

દિયોદરમાં કોંગ્રેસની સભામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરએ ભાજપ સરકાર વિરૂધ્ધ આક્રોશ ઠાલવ્યો હતો. અને 5 મિનિટના પ્રવચનમાં ભાજપ સરકારને આડે હાથ લેતા કહ્યું કે,

BANASKATHA : કોંગ્રેસ દ્વારા રાજ્યમાં સતત ત્રીજા દિવસે સરકારના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે દિયોદરમાં કોંગ્રેસની સભામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરએ ભાજપ સરકાર વિરૂધ્ધ આક્રોશ ઠાલવ્યો હતો. અને 5 મિનિટના પ્રવચનમાં ભાજપ સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે “કોંગ્રેસની સરકાર બને તો મને સચિવાલયના ગેટ પર બેસાડજો હું ભાજપ વાળાને અંદર ઘુસવા નહી દઉં. તેમજ સચિવાલયની હાલત એટલી ખરાબ છે કે હરિદ્વારથી ગંગા જળ લાવીને તેને પવિત્ર કરવું પડે એમ છે. ત્યારે હાલ તો વાવના ધારાસભ્યના નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati