BANASKATHA : ડીસા પાલિકાની સામાન્ય સભા તોફાની બની, સભા શરૂ થતા પહેલા જ વિપક્ષનો હંગામો

ડીસા નગરપાલિકાની સામાન્ય સભામાં આ તમામ બાબતોનો છેદ ઉડ્યો. વિપક્ષના હંગામા વચ્ચે ડીસા નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની.

BANASKATHA : સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સામાન્ય સભા વિકાસલક્ષી કામો અને પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે યોજાતી હોય છે. જોકે બનાસકાંઠાની ડીસા નગરપાલિકાની સામાન્ય સભામાં આ તમામ બાબતોનો છેદ ઉડ્યો. વિપક્ષના હંગામા વચ્ચે ડીસા નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની. સભા શરૂ થાય તે અગાઉ જ બેઠક વ્યવસ્થાને લઇને આમ આદમી પાર્ટીના સભ્યો ફ્લોર પર બેસી ગયા. અને વિરોધ નોંધાવ્યો. તો ભારે હંગામા વચ્ચે નગરપાલિકાના પ્રમુખે વિવિધ સમિતિઓની જાહેરાત કરી અને ચાલતી પકડી. ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે શું પાલિકામાં બહુમતિ હોય તો સાશકો મનમરજી મુજબ વર્તન કરી શકે. કેમ સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવામાં ન આવી. જોકે શાસકોના તુમાખીભર્યા વર્તનને વિપક્ષે ફગાવ્યું. તો શાસકોએ વિપક્ષ પર વળતો પ્રહાર કર્યો.

 

&t=15s

Click on your DTH Provider to Add TV9 Gujarati