Banaskantha: થરાદ-ધાનેરા વચ્ચે ઓઇલ ભરેલું ટેન્કર પલટી મારી જતા આગ ભભૂકી ઉઠી, ભયાનક દ્રશ્યો આવ્યા સામે

Banaskantha: થરાદ-ધાનેરા રાહ કેનાલ પાસે અગમ્ય કારણોસર કેનાલ પલટી મારી જવાના કારણે ખળભળાટ મચી જવા પામ્યો હતો. પલટી મારેલા ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી.

બનાસકાંઠામાં અકસ્તામની ભયંકર ઘટના બની છે. બનાસ્કાન્થાના થરાદ-ધાનેરા વચ્ચે ટેન્કર પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ટેન્કર પલટી માર્જા જ તેમાં આગ લાગી ગઈ હતી. રાહ કેનાલ પાસે આ ઘટના ઘટી હતી. મોડી રાત્રે ઘટેલી આ ઘટનામાં ટેન્કર પલટી જવાનું કારણ સામે આવ્યું નથી. પરંતુ આગમાં લપેટાયુ હોવાના કારણે ખુબ મોટો અકસ્માત સર્જાયો છે.

થરાદ-ધાનેરા રાહ કેનાલ પાસે અગમ્ય કારણોસર કેનાલ પલટી મારી જવાના કારણે ખળભળાટ મચી જવા પામ્યો હતો. પલટી મારેલા ટેન્કરમાં ઓઈલ ભરેલું હોવાની માહિતી બહાર આવી છે. ઓઇલ ભરેલ ટેન્કર પલટી મારતા આગ લાગતા ટેન્કર બળીને ખાખ થઇ ગયું છે. ઘટનાની જાણ થતા જ ફાયર ફાઇટર, થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ ધાનેરા થરાદની 108  નીટિમ ઘટના સ્થળે આવી હતી.

 

આ પણ વાંચો: AMC એ રજુ કર્યા ચોંકાવનારા આંકડા: આટલી શાળાઓ, રહેણાંક-કોમર્શિયલ બિલ્ડીંગ, મોલ પાસે ફાયર NOC જ નથી

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિરેથી નવરાત્રિ મહાઆરતી મહોત્સવનો શુભારંભ કરાવ્યો, જુઓ તસ્વીરો

Click on your DTH Provider to Add TV9 Gujarati