AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha Video: રાજ્યભરના પ્રસિદ્ધ મંદિરોમાં એક દિવસ પહેલા શરદ પૂનમની ઉજવણી કરાઈ

Banaskantha Video: રાજ્યભરના પ્રસિદ્ધ મંદિરોમાં એક દિવસ પહેલા શરદ પૂનમની ઉજવણી કરાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2023 | 1:55 PM
Share

શરદ પૂર્ણિમાના પર્વે ચંદ્રગ્રહણ હોવાથી સોમનાથ મંદિર બંધ રહેશે તો સોમનાથ મંદિર ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં સાંજની આરતી પણ નહીં થાય. આ ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્શતું હોવાથી પાળવું જરૂરી છે. જેથી આરતી, ગંગાજળનો અભિષેક, બિલ્વપૂજા, ધ્વજપૂજા, સોમેશ્વર મહાપૂજન અને યજ્ઞો બંધ રહેશે. તો સોમનાથ મંદિર પરિસરમાં દર પૂર્ણિમાએ યોજાતા સુંદરકાંઠના પાઠ નિયત સમયે સાંજે 5-30 કલાકે થશે.

આજે રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાં શરદ પૂનમની આગળના દિવસે જ ઉજવવામાં આવ્યો છે. દ્વારકાના જગત મંદિરમાં પૂનમના આગળના દિવસે જ શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકો દ્વારા રાસોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. જેમાં સાંજે મંદિરમાં પૂજારીના પરિવારે શ્રદ્ધાળુઓ સાથે રાસોત્સવમાં ભગવાનને દૂધ પૌંઆ અને દૂધ પાકની પ્રસાદી ધરાવીને લોકોને આપવામાં આવ્યો હતો. દ્વારકા સહિતના મંદિરો આજે બપોર બાદ બંધ રાખવામાં આવશે.

શરદ પૂર્ણિમાના પર્વે ચંદ્રગ્રહણ હોવાથી સોમનાથ મંદિર બંધ રહેશે તો સોમનાથ મંદિર ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં સાંજની આરતી પણ નહીં થાય. આ ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્શતું હોવાથી પાળવું જરૂરી છે. જેથી આરતી, ગંગાજળનો અભિષેક, બિલ્વપૂજા, ધ્વજપૂજા, સોમેશ્વર મહાપૂજન અને યજ્ઞો બંધ રહેશે.

તો સોમનાથ મંદિર પરિસરમાં દર પૂર્ણિમાએ યોજાતા સુંદરકાંઠના પાઠ નિયત સમયે સાંજે 5-30 કલાકે થશે. ચંદ્રગ્રહણનો મોક્ષ મધ્યરાત્રિએ થાય છે. જેથી 29 ઓક્ટોબરે સવારે 6-10 કલાકે પ્રાત મહાપૂજન અને આરતી રાબેતા મુજબ યોજાશે.

આ પણ વાંચો : Banaskantha: પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે GPC ઇન્ફ્રાના 7 ડાયરેક્ટર અને 4 એન્જિનિયર સામે FIR

આમ તો શરદ પૂનમ આજે છે. પરંતુ યાત્રાધામ અંબાજીમાં એક દિવસ અગાઉ જ પૌંઆ પૂનમ મનાવવામાં આવી. તો આજે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરમાં દૂધ પૌંઆ કાર્યક્રમ ગતરાત્રીએ યોજાયો હતો. શરદ પૂનની પૂર્વ રાત્રીએ અંબાજીમાં નવરાત્રી બાદ ફરી ચાચરચોક ખેલૈયાના તાલે હિલોળે ચઢ્યું હતું. હજારોની સંખ્યામાં ખેલૈયાઓએ શરદ પૂનમની રાતના ગરબાની મોજ માણી છે.

જ્યારે રાત્રે 12 કલાકે મંદિરમાં માતાજીનાં નીજ ભાગનાં પટ્ટ ખોલી દૂધ પૌઆનો ભોગ ચઢાવાયો હતો અને ત્યારબાદ કપૂર આરતી કરવામાં આવી હતી. શિતળ ચાંદનીમાં તૈયાર થયેલાં 600 કિલો જેટલાં દૂધ પૌઆનો પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">