પાલનપુર RTO કચેરી મોડે મોડે જાગી, નિયમ ભંગ કરનારા વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ, જુઓ
બનાસકાંઠા જિલ્લામાં RTO દ્વારા વાહનચાલકો પર તવાઈ બોલાવવામાં આવી છે. બેફામ વાહન હંકારતા અને દારુ પીને વાહન ચલાવનારાઓ સામે RTO વિભાગે લાલ આંખ કરી દીધી છે. વધતા જતા અકસ્માતો પર નિયંત્રણ દાખવવા માટે થઈને હવે પાલનપુર આરટીઓ કચેરી દ્વારા આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી છે.
બનાસકાંઠા RTO દ્વારા હવે કડકાઈ દાખવતા બેફામ વાહન હંકારનારાઓ સામે કાર્યવાહી કરી છે. દારુ પીને વાહન હંકારનારા અને બેફામ વાહન હંકારતા વાહનચાલકો સામે RTO પાલનપુર દ્વારા કાર્યવાહી કરી છે. એકાએક RTO દ્વારા આ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: વિદેશમાં MBBS અભ્યાસ માટે એડમીશનના બહાને છેતરપિંડી, અમદાવાદની એજન્સી સામે ફરિયાદ
વાહન અકસ્માતોને નિવારવા માટે પૂરપાટ ગતિએ વાહન હંકારતા અને દારુ પીને વાહન હંકારનારાઓને RTO કચેરી દ્વારા નિશાન પર લેવાયા છે. આવા 160 વાહનચાલકોને ટ્રાફિક નિયમન કાયદાના ભંગ બદલ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ હવે દાખલો બેસાડવા રુપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 20, 2024 03:13 PM
Latest Videos
