અંબાજી ગબ્બર ચઢવાના માર્ગ પર શિલાઓ ધરાશાયી થતા માર્ગ બંધ કરાયો, શ્રદ્ધાળુઓને દર્શન કરવા માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા

અંબાજી (Ambaji) ગબ્બર પર સતત વરસાદને (Rain) પગલે શિલાઓ ગબ્બર ચઢવાના માર્ગ પર જ ધરાશાયી થઇ છે. તો શિલાઓ પડવાના કારણે ગબ્બર ચઢવાનો માર્ગ જોખમી બનતા માર્ગ બંધ કરાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 9:10 AM

મેઘરાજાએ (Monsoon 2022) સમગ્ર ગુજરાતમાં જમાવટ કરેલી છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં (Ambaji) પણ સારો એવો વરસાદ (Rain) વરસી રહ્યો છે. વરસાદી વાતાવરણમાં યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર આહલાદક વાતાવરણ પણ જોવા મળી રહ્યુ છે. જો કે વરસાદી વાતાવરણ વચ્ચે અંબાજી ગબ્બર પર પ્રાકૃતિક વાતાવરણ તો જોવા મળી રહ્યુ છે પણ બીજી બાજુ ગબ્બર ચઢવાનો માર્ગ ધોવાયો છે. જેના કારણે ગબ્બર ચઢવાનો માર્ગ જોખમી બન્યો છે. વરસાદના કારણે ગબ્બર પર માટીનું ધોવાણ થતા અનેક શિલા ધરાશાયી થઇ છે. જેના કારણે કેટલાક માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે.

શ્રદ્ધાળુઓને વૈકલ્પિક માર્ગ અપાવાયો

બનાસકાંઠા જિલ્લાના અંબાજી ગબ્બર પર સતત વરસાદને પગલે શિલાઓ ગબ્બર ચઢવાના માર્ગ પર જ ધરાશાયી થઇ છે. તો શિલાઓ પડવાના કારણે ગબ્બર ચઢવાનો માર્ગ જોખમી બનતા માર્ગ બંધ કરાયો છે. માતાજીના ઝુલા અને નવદુર્ગા મંદિર વચ્ચે પથ્થરો ખસી જતાં રસ્તો જોખમી બન્યો છે. ત્યારે યાત્રિકોની સુરક્ષા માટે ચઢવાના રસ્તે ડાયવર્ઝન આપી દેવાયું છે. જેથી શ્રદ્ધાળુઓ વૈકલ્પિક માર્ગથી મંદિરમાં દર્શન કરી શકશે. શ્રદ્ધાળુઓ હવે ઉતરવાના રસ્તે જ અવર જવર કરી રહ્યા છે. અંબાજી ગબ્બર મંદિરમાં હાલ અખંડજ્યોતના દર્શન ચાલુ છે.

અનેક આકર્ષણો ઉમેરાયો

યાત્રાધામ અંબાજીખાતે સતત સુવિધાઓ તેમજ પર્યટકોને આકર્ષે તેવા આકર્ષણોમાં ઉમેરો થયો છે. ખાસ તો પરિક્રમા પથ અને લાઈટ એન્ડ સાઉન્ડ શોને પરિણામે પ્રવાસીઓની સંખ્યા વધતા સ્થાનિક રોજગારીમાં વધારો થયો છે. પરિક્રમા પથ પર શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને મંદિરની આસપાસના કોમ્પ્લેક્સને વિકસિત કરવામાં આવી રહ્યો છે. આગામી બજેટમાં સરકાર તે માટે ફંડ પણ ફાળવશે. સાથે જ મંદિર પરિસરની આસપાસ પણ વિકાસકાર્ય શરૂ કરવામાં આવશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">