અંબાજીના કૈલાસ ટેકરી પાસે જંગલમા આગ લાગી, અજાણ્યા લોકોએ આગ લગાડી હોવાની આશંકા

અંબાજીમાં(Ambaji) કૈલાસ ટેકરી પાસે જંગલો આગ(Fire)  લાગી છે. જો કે આ આગ ઓલવવા માટે સ્થાનિક તંત્રએ કવાયત હાથ ધરી છે. તેમજ તપાસ દરમ્યાન ઝાડીમાં પગરખાં ફેંકીને કોઇ અજાણ્યા લોકોએ આગ લગાડી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

May 13, 2022 | 9:10 PM

ગુજરાતના(Gujarat)  બનાસકાંઠા જિલ્લાના અંબાજી(Ambaji)  નજીક આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં અંબાજીમાં કૈલાસ ટેકરી પાસે જંગલમા આગ(Fire)  લાગી છે. જો કે આ આગ ઓલવવા માટે સ્થાનિક તંત્રએ કવાયત હાથ ધરી છે. તેમજ તપાસ દરમ્યાન ઝાડીમાં પગરખાં ફેંકીને કોઇ અજાણ્યા લોકોએ આગ લગાડી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાજીમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમ્યાન ગરમીના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આજે બનાસકાંઠાના અંબાજીમાં આજે ગરમીનો પારો સૌથી વધારે નોંધાયો છે. અંબાજીમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે જેના પગલે અંબાજીના બજારો સૂમસામ જોવા મળ્યા હતા. તેમજ બજારોમાં બપોરે એકલ દોકલ લોકો જ જોવા મળ્યા હતા. તેમજ વધુ ગરમીના લીધે અનેક દુકાનો બંધ જોવા મળી હતી. જો કે અંબાજીમાં આ અગાઉ ગરમીનો પારો 39 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.

ગુજરાતમાં મે મહિનો આકરો બન્યો

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યના કેટલાક શહેરોતો જાણે અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યા હોય એટલો તાપ પડી રહ્યો છે.ગુજરાતમાં ઉનાળો આકરી ગરમી વરસાવી રહ્યો છે. આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હજુ એક દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. એક દિવસ હીટવેવ બાદ આગામી 4 દિવસ રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એક દિવસ બાદ પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ ઘટવાની આગાહી છે. હવામાન વિભાગ પ્રમાણે, અમદાવાદમાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એક દિવસ બાદ તાપમાન 44 ડિગ્રીથી નીચે જશે. તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો આવી શકે છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati