બનાસકાંઠામાં દિવાળી પૂર્વે આરોગ્ય વિભાગ એક્શનમાં, મીઠાઇની દુકાનોમાંથી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી

સામાન્ય રીતે આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે દિવાળી પૂર્વે ફરસાણ અને મીઠાઇના વેપારીઓને ત્યાં ભેળસેળ અંગેની તપાસ હાથ ધરવામાં આવે છે.

બનાસકાંઠામાં(Banaskantha)તહેવારોની સિઝનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સફાળો જાગ્યો છે. જેમાં હવે તહેવારોને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં સાથે જ અનેક હોટલોમાં નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અધિકારીઓએ શંકાસ્પદ ખાદ્યપદાર્થોના નમૂના લઈને તેની તપાસ હાથ ધરી છે..

સામાન્ય રીતે આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે દિવાળી પૂર્વે ફરસાણ અને મીઠાઇના વેપારીઓને ત્યાં ભેળસેળ અંગેની તપાસ હાથ ધરવામાં આવે છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ દુકાનોમાંથી શંકાસ્પદ લાગતા ફરસાણ અને મીઠાઇના સેમ્પલ એકત્ર કરીને ફૂડ ટેસ્ટિંગ લેબમાં મોકલવામાં આવે છે.

જેમાં ટેસ્ટિંગ બાદ સેમ્પલ ફિટ કે અનફીટ જાહેર કરવામાં આવે છે. જેની બાદ આરોગ્ય વિભાગ દ્વારા આ રિપોર્ટના આધારે જે તે દુકાનદાર વિરુદ્ધ કાયર્વાહી કરવામાં આવે છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગના આવા ચેકિંગના દબાણ હેઠળ ખાદ્યપદાર્થોની ગુણવતા પણ મહદઅંશે જાળવવામાં આવે  છે. તેમજ વેપારીઓ  પણ મીઠાઇનો  ઉંચો ભાવ લઈને લોકોને શુદ્ધ મીઠાઇ આપવાનો આગ્રહ રાખે છે.

ગુજરાતમાં તહેવારો દરમ્યાન લોકો મીઠાઇ ફરસાણની દુકાનમાંથી સ્વીટ અને ફરસાણની આઇટમો ખરીદતા હોય છે. તેમજ આ વસ્તુઓ લોકોને તાજી અને શુદ્ધ મળે તે જોવાની જવાબદારી જે તે વિસ્તારના કોર્પોરેશન કે નગર પાલિકાની છે. તેમજ આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અને દુકાનદારો માટે આરોગ્ય લાયસન્સ મેળવવું અને સમયાંતરે તેને રિન્યૂ કરાવવું પણ ફરજિયાત છે.

આ પણ વાંચો : ગુજરાતમાં LRD ની 10,459 જગ્યા માટે સવા લાખ અરજી, 09 નવેમ્બર સુધી અરજી કરી શકાશે

આ પણ વાંચો : સાબરમતી નદીમાં છોડવામાં આવતા પાણીના રેકોર્ડમાં ગડબડ ચિંતાનો વિષય: ગુજરાત હાઈકોર્ટ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati