બનાસકાંઠા : કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થતાં ખેડૂતોમાં નારાજગી, આંદોલન કરવાનો મૂડ
બનાસકાંઠા જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશને ભાડમાં વધારો જાહેર કરવાને લઈ ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. ખેડૂતોએ હવે ભાડા વધારાનો વિરોધ કરવાની શરુઆત કરી છે. કિસાન સંઘે પણ ભાડા વધારો પરત ખેંચવાની માંગ કરી છે. બટાકાના ઉત્પાદનના સમયે જ ભાડા વધારાને લઈ ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજના માલિકોએ હવે ભાડા વધારો જાહેર કર્યો છે. કટ્ટા દીઠ 10 રુપિયા જેટલો વધારો જાહેર કરવાની સાથે જ ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે. તો હવે બનાસકાંઠા બાદ અરવલ્લી અને સાબરકાંઠામાં પણ કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થવાની શક્યતાઓ જણાઈ રહી છે. આવી સ્થિતિમાં બટાકાના ઉત્પાદન સમયે જ ભાડા વધારો ઉત્તર ગુજરાતમાં ખેડૂતોમાં રોષ પેદા કરી શકે છે.
આ પણ વાંચો: પ્રધાનમંત્રી મુદ્રા લોનના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી, દસ્તાવેજનો ઉપયોગ કરી મોબાઈલ ખરીદી લીધા
કોલ્ડ સ્ટોરેજના ભાવમાં વધારો કરવાને લઈ ખેડૂતોએ હવે વિરોધ કર્યો છે. કિસાન સંઘે પણ હવે ભાડા વધારોનો વિરોધ કર્યો છે. જિલ્લામાં 199 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. જેના સંચાલકો દ્વારા વરસે દહાડે બેઠક યોજવામાં આવે છે. જેમાં મોટે ભાગે ભાડામાં વધારો જાહેર કરવામાં આવતો હોય છે. આ વખતે પણ ભાડા વધારો કરવામા આવે છે. જોકે હવે ખેડૂતોએ હવે ભાવ વધારો પરત ખેંચવાને લઈ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
