બનાસકાંઠા : દાંતાના હડાદ પોલીસ સ્ટેશનમાં કથિત આરોપીનો આપઘાત, પોલીસસ્ટેશન બહાર ચુસ્ત બંદોબસ્ત

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હડાદ પોલીસ મથકમાં કથિત આરોપીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. પોલીસે શંકાસ્પદ હાલતમાં પકડેલા શખ્સને કસ્ટડીમાં રખાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 3:01 PM

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હડાદ પોલીસ મથકમાં કથિત આરોપીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. પોલીસે શંકાસ્પદ હાલતમાં પકડેલા શખ્સને કસ્ટડીમાં રખાયો હતો. આ શખ્સે કસ્ટડીમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતક બોસા ગામના આદિવાસી વિસ્તારમાં રહેતો હતો. કથિત આરોપીના આપઘાતના પગલે હડાદ પોલીસ મથકમાં સુરક્ષાકર્મીઓનો કાફલો તૈનાત કરી દેવાયો છે. તો એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ મથકે દોડી ગયા હતા.

નોંધનીય છેકે કથિત આરોપી યુવક આદિવાસી વિસ્તારનો હોવાથી વિવાદ સર્જાવવાની શક્યતાઓ દેખાઇ રહી છે. જેને પગલે પોલીસ સ્ટેશન બહાર સતત વોચ ગોઠવવામાં આવ્યું છે. હાલ તો આ ઘટનાને લઇને વિવાદ ન વકરે તે માટે પોલીસ સતર્ક બની છે. જોકે, યુવકના આપઘાતને લઇને આ વિસ્તારમાં ચર્ચાએ જોર પકડયું છે. અને, યુવકના આરોપને લઇને પણ લોકોમાં તરેહતરહેની ચર્ચાઓ થઇ રહી છે. અગાઉ પણ રાજયમાં આ પ્રકારની ઘટનાઓને પગલે વિવાદ વકર્યો છે. જેથી પોલીસ આ ઘટનામાં કોઇ રિસ્ક લેવા માગતી ન હોય તેવું લાગી રહ્યું છે. અને, પોલીસે આ મામલે લાગતાવળતા લોકો સાથે વાતચીત કરવાનું પણ શરૂ કર્યું હોવાના પણ અહેવાલો સાંપડી રહ્યા છે.

 

આ પણ વાંચો : હવે મનીષ તિવારીના પુસ્તકનો વિવાદ, 26/11 પછી PAK પર કાર્યવાહી ન કરવી એ મનમોહન સરકારની નબળાઈ, ભાજપે માંગ્યો જવાબ

આ પણ વાંચો : Surat: મહાનગરપાલિકાની કડકાઈની અસર દેખાઈ, લોકો વેક્સિન લેવા સામે ચાલીને વેક્સીન સેન્ટર પર જઈ રહ્યા છે

 

 

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">