Banaskantha: કેનાલમાં ગાબડું પડતા લાખો લિટર પાણીનો વ્યય, ખેતરોમાં પાણી ભરાતા નુકસાન

Banaskantha: જિલ્લામાં ભોરલ નજીક આવેલી કેનાલમાં મોટું ગાબડું પડ્યાની ઘટના બની છે. જેના કરાને મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 10:15 AM

Banaskantha: થરાદના ભોરલ પાસે કેનાલમાં મોટુ ગાબડું પડ્યું પડી ગયાની ઘટના સામે આવી છે. કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. ત્યારે પાણી તો વેડફાયું જ છે સાથે સાથે ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે. ગાબડું પડી જતા કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ભરાઈ ગયું. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવુ પડ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કેનાલમાં આ 200 થી વધુમી ગાબડા પડવાની ઘટના સામે આવી છે.

તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાની કેનાલમાં ગાબડા પડ્યાની ઘટનાઓ જોવા મળી રહી છે. નવા વર્ષના આરંભમાં જ આ ઘટનાઓ સામે આવી છે. અહેવાલ હતા કે કેનાલમાં પાણી છોડતાં સાથે જ કેનાલમાં બે જગ્યાએ ગાબડા પડ્યા હતા. તેમાં સુઈગામ પાસે પનેસડા નજીક માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું. તો બીજું ગાબડું ભાભર પાસે આવેલા કારેલા નજીક પડ્યું હતું. માઇનોર કેનાલમાં 12 ફૂટ થી મોટુ ગાબડું પડ્યું હતું. તો આ ત્રીજું ગાબડું સામે આવ્યું છે. જે ભોરલ પાસે કેનાલમાં પડ્યું છે.

ત્યારે પાણી છોડાતા અવારનવાર પડતા ગાબડા કેનાલના કામની ગુણવત્તા છતી કરી છે. તો આ ગાબડાથી ખેડૂતોના ખેતરો ભરાઈ જતા હોય છે. પાણી ભરાઈ જતા નુકસાન પણ જતું હોય છે. ક્યારેક વરસાદ, ક્યારેક દુષ્કાળ તો ક્યારેક આવા ગાબડા પડવાની ઘટનાઓમાં થયેલા નુકસાનમાં જ ખેડૂત દબાયેલો જોવા મળી રહ્યો છે.

 

આ પણ વાંચો: વર્ષ 2020માં ખેડૂતો કરતાં વધુ વેપારીઓએ આત્મહત્યા કરી હતી, NCRB ડેટા સચ્ચાઈ બતાવી રહ્યા છે

આ પણ વાંચો: Surat: મંત્રી મુકેશ પટેલને મળી પેટ્રોલ પંપ પર છેતરપિંડીની ફરિયાદ, પછી જે થયું તે જાણીને તમે પણ કહેશો ‘વાહ’

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">