ડીસા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં 50માંથી 40 ઉમેદવારોના ફોર્મ રદ, 10 ડિરેક્ટર બિનહરીફ

ડીસા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં 50માંથી 40 ઉમેદવારોના ફોર્મ રદ, 10 ડિરેક્ટર બિનહરીફ

| Edited By: | Updated on: Jan 21, 2024 | 10:09 AM

બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ છે. આ માટે 50 ઉમેદવારો 11 બેઠકો માટે મેદાને પડ્યા હતા. પરંતુ 50માંથી 40 ઉમેદવારોના ફોર્મ જ રદ થઈ જવાને લઈ મેદાનમાંથી બહાર થઈ ગયા હતા. જેનો સીધો લાભ મંજૂર થયેલા 10 ઉમેદવારોને મળ્યો હતો.

ક્યારેક ચૂંટણીમાં પણ ગજબ થતો હોય છે. ડીસામાં સ્થાનિક ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં 11 બેઠકો માટે 50 ઉમેદવારો મેદાને પડ્યા હતા. આગામી ત્રીજી ફ્રેબ્રુઆરી મતદાન થનારું હતુ. પરંતુ 50માંથી 40 ઉમેદવારોના ઉમેદવારી પત્ર એક કે બીજા કારણોસર રદ થઈ ગયા હતા. આમ બાકી રહેલા 10 ઉમેદવારોના ફોર્મ મંજૂર રહેતા સીધા બીનહરીફ વિજેતા જાહેર થઈ ગયા હતા.

આ પણ વાંચો:  ગુજરાત સરકાર ખરીદી રહી છે અશ્વ, ઘોડા વેચવા ઇચ્છતા પાલકો માટે મોટી તક, જુઓ

આમ તો 11 બેઠકો હતી, આ માટેની ચૂંટણી પ્રક્રિયા હતી પરંતુ બેઠક કરતા ઓછા ઉમેદવારોના ફોર્મ ચકાસણી પ્રક્રિયા દરમિયાન માન્ય જણાયા હતા. જેને લઈ એક બેઠક ખાલી રહી હતી. હવે આ એક બેઠકને લઈ ચૂંટણી માટે કાર્યવાહી કરવામાં આવશે. જોકે હાલ તો 10 ઉમેદવારો બીનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ચૂંટણી અધિકારી મુજબ જે ઉમેદવારોની ઉમેદવારી માન્ય રહી નહોતી તેઓએ સંઘના શેર અને ટર્ન ઓવરના નિયમનું પાલન કર્યુ નથી. તેમજ કોઈ ઉમેદવાર પોતાની દુકાન ખાતરની ધરાવે છે. જે પણ નિયમભંગ ગણાય છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 21, 2024 10:07 AM