Patan: પાંચ વર્ષ બાદ બનાસ નદીમાં પાણીની આવક, 10 જેટલા ગામનો વાહનવ્યવહાર બંધ

ભારે વરસાદના (Rain) કારણે બનાસ નદીમાં (Banas River) પાણીની આવક વધી છે. 5 વર્ષ બાદ બનાસ નદીમાં પાણીની આવક થઇ છે. જેના પગલે પાટણ જિલ્લાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 12:51 PM

પાટણ (Patan) જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના (Rain) કારણે બનાસ નદીમાં (Banas River) પાણીની આવક વધી છે. 5 વર્ષ બાદ બનાસ નદીમાં પાણીની આવક થઇ છે. જેના પગલે પાટણ જિલ્લાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 5 વર્ષ બાદ બનાસ નદીમાં પાણી આવતા રાધનપુરના ખેડૂતોએ પાણીના વધામણા કર્યા હતા. છેલ્લે વર્ષ 2017માં બનાસ નદીમાં પાણીની આવક થઇ હતી. હવે બનાસ નદી બે કાંઠે વહેતી થતા બનાસ નદીનો પાણીનો પ્રવાહ રણ સુધી પહોંચ્યો છે. બીજી તરફ બનાસ નદીમાં પાણી માર્ગો પર ફરી વળતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.

પાંચ વર્ષ બાદ બનાસ નદીમાં આવ્યુ પાણી

પાટણ જિલ્લામાં સારો એવો વરસાદ વરસ્યો છે. ઉપરવાસ અને બનાસકાંઠામાં સતત વરસાદથી બનાસ નદીમાં પાણીની આવક થઇ છે. બનાસ નદીમાં પાંચ વર્ષ બાદ પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાઘનપુરના કામલપુર નજીક ખેડૂતોએ પાણીના વધામણા કર્યા હતા. ખેડૂતોએ નાચતે ગાજતે કર્યા પાણીના વધામણા કર્યા. બનાસ નદીમાં પાણીની આવકથી ખેડુતોમાં આનંદ છવાયો છે. બનાસ નદીના પાણીનો પ્રવાહ રણ સુધી પહોંચ્યો છે.

10 ગામનો સંપર્ક તૂટ્યો

બીજી તરફ પાટણ જિલ્લામાં બનાસ નદીમાં પાણીના પ્રવાહથી વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. બનાસ નદીમાં ઘોડાપૂર આવતા સાંતલપુર અને વારાહીના 10 ગામોનો સંપર્ક તૂટવાની સંભાવના છે. 10 જેટલા ગામોનો વાહનવ્યવહાર બંધ થયો છે. અબિયાણા નજીકથી પસાર થતી બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. પેદાસપુર, ગડસઈ, અગીચાણા, બિસ્મિલ્લાગંજ ગામમાં વાહનવ્યવહાર બંધ થયો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">