બનાસ બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોણે ચૂંટણીમાં મારી બાજી

બનાસકાંઠાની બનાસ બેંકની નિયામક મંડળ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 10 બેઠકો બિનહરીફ બની હતી. જ્યારે 9 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણી પહેલાં જ ભાજપે નવ જેટલા ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બનાસ બેંકનું આજે પરિણામ જાહેર થયું. 10 બેઠકો અગાઉ બિનહરિફ થઈ ગઈ હતી. પરંતુ 9 બેઠકો માટે મતદાન થતાં આજે પરિણામ જાહેર થયું. ભાજપે આપેલા મેન્ડેટના કેટલાક ઉમેદવારો વિજેતા બન્યા. જ્યારે શિસ્ત ભંગ બદલ સસ્પેન્ડ કરાયેલા ઉમેદવારોએ પણ પોતાના બળ પર જીત મેળવી.

બનાસકાંઠાની બનાસ બેંકની નિયામક મંડળ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 10 બેઠકો બિનહરીફ બની હતી. જ્યારે 9 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણી પહેલાં જ ભાજપે નવ જેટલા ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેથી ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો મેદાને હતા. ભાજપે શિસ્તભંગ બદલ મતદાનના એક દિવસ અગાઉ જ પાંચ આગેવાનોને સસ્પેન્ડ કર્યા હતા. જેના કારણે રાજકીય ભૂકંપ સર્જાયો હતો. આજે આવેલા પરીણામમાં ભાજપે જે પાંચ ઉમેદવારને સસ્પેન્ડ કર્યા હતા તે પૈકી ત્રણ ઉમેદવાર સામે ભાજપના મેન્ડેટનો ઉમેદવાર હોવા છતાં વિજેતા બન્યા હતા. જ્યારે અન્ય બેઠકો પર ભાજપના મેન્ડેટ ઉમેદવાર વિજેતા બન્યા હતા.

વિજેતા ઉમેદવાર :

પાલનપુર :- પરથી લોહ

વડગામ :- કેશર ચૌધરી

દાંતીવાડા :- સવસી ચૌધરી

લાખણી :- નારણ દેસાઈ

ડીસા :- જીગર દેસાઈ

દિયોદર :- ઈશ્વર પટેલ

સુઈગામ :- દાનાજી ચાવડા

ભાભર :- પીરાજી ઠાકોર

 

આ પણ વાંચો : Delhi-NCR Air Pollution: સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી, આક્ષેપબાજીમાં પડ્યા વગર કામ કરો, તમે પ્રચાર પાછળ કેટલો ખર્ચ કરો છો તેનું ઑડિટ કરવાની ફરજ પાડશો નહીં

આ પણ વાંચો : DGP એ પ્રેસ કોન્ફરન્સ કરી આપી માહિતી, મોરબીમાં ઝડપાયેલા ડ્રગ્સ વિશે ચોંકાવનારી વિગતો આવી સામે

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati