Junagadh: કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, ગત વર્ષની સરખામણીએ 15 હજાર બોક્સની આવક ઓછી

કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ સહિતના માર્કેટ યાર્ડમાં કેરીની આવક ઓછી હોવાના કારણે ભાવ (kesar mango Price) હજુ ઘટ્યા નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 4:43 PM

Junagadh: કેરીના રસિયાઓ માટે (kesar mango gujarat) માઠા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ સહિતના માર્કેટ યાર્ડમાં (Junagadh Market Yard) કેરીની આવક ઓછી હોવાના કારણે ભાવ (kesar mango Price) હજુ ઘટ્યા નથી. આજે એક બોક્સનો ભાવ 800 રૂપિયાથી 1 હજાર સુધી બોલાયો છે. માર્કેટ યાર્ડમાં ફક્ત 10 હજાર બોક્સની આવક થઈ છે. મહત્વનું છે કે, ગત વર્ષની સરખામણીએ 15 હજાર બોક્સની આવક ઓછી છે. વેપારીઓનું કહેવું છે કે, આ વર્ષે કેરીનો ઉતારો ફક્ત 30 ટકા જ રહેવાની સંભાવના છે. ગત વર્ષે આવેલા વાવાઝોડાની અસર આ વર્ષે જોવા મળી રહી છે.

સમાજ કલ્યાણ અધિકારીની પરીક્ષાના પેપર ફુટવાનો મામલે ડીડીઓએ કરી આ વાત

જૂનાગઢની વિવેકાનંદ વિદ્યાલયમાં પંચાયતી વર્ગ-3 ની પરીક્ષામાં પેપરનું સીલ તૂટવા મુદ્દે DDOઓએ સ્પષ્ટતા કરી છે. આ પરીક્ષાના પેપરના ટ્રાન્સપોર્ટેશનની ખામીના કારણે અંદરની તરફનું કવર સહેજ તૂટ્યું હતું. જો કે પેપરનું બહારનું મુખ્ય સીલબંધ કવર પરીક્ષા લેવાઈ ત્યાં સુધી અકબંધ રહ્યું હતું. ત્યારે જૂનાગઢના ડીડીઓ મિરાંત પરીખે કહ્યું કે તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવી નથી.

જૂનાગઢની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં રવિવારે લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટ્યાના આક્ષેપો ઉમેદવારોએ કર્યા હતા. સમાજ કલ્યાણ અધિકારીની ભરતી પરીક્ષાના પેપરનું કવરનું સીલ તૂટેલું નિકળતા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. જેના પગલે જિલ્લા પંચાયતના અધિકારીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે દોડી ગયા હતા. બાદમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરીને પુરાવા એકત્ર કર્યા હતા. પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે પરીક્ષાના પેપર ભરેલું કવર જ્યારે લાવવામાં આવ્યું ત્યારે પહેલાંથી જ તે લગભગ અઢીથી ત્રણ ઇંચ જેટલું તૂટેલું હતું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">