હિંમતનગરમાં રામજી મંદિરથી રામ રથનું પ્રસ્થાન, 35 મંદિરોના રુટ પર કરશે ભ્રમણ

| Updated on: Jan 21, 2024 | 6:32 PM

અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેને લઈને આજે હિંમતનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન શ્રી રામ ના સ્મરણો સાથે રામરથનું પ્રસ્થાન થયુ હતું. જે આખો દિવસ શહેરના 35 થી વધુ મંદિરોને આવરી લેતા રુટ પર ભ્રમણ કરશે. હિંમતનગર શહેરમાં સવારે છાપરિયા વિસ્તારમાં આવેલા રામજી મંદિરેથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામરથ પૂજન અર્ચન અને આરતી કરીને પ્રસ્થાન રથ પ્રસ્થાન કરવામા આવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં સવારે છાપરિયા વિસ્તારમાં આવેલા રામજી મંદિરેથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામરથ પૂજન અર્ચન અને આરતી કરીને પ્રસ્થાન થયો હતો. રામજી મંદિરે પૂજારી, સ્થાનિકો, વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રામરથનું હજાર સૌએ પૂજન અર્ચન અને આરતી કરી હતી. ભગવાન શ્રી રામ ના સ્મરણો સાથે શહેરના મંદિરોએ ભ્રમણ માટે રામરથ પ્રસ્થાન થયો હતો.

આ પણ વાંચો: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સાબરકાંઠામાં પોલીસ દ્વારા રુટ માર્ચ, SP સહિતના અધિકારીઓ જોડાયા

અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા આવતી કાલે થવાની છે જેને લઈને દેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ છે ગામે ગામ અને શહેરોમાં મંદિરો અને વિસ્તારો રોશનીથી શણગારવામાં આવ્યા છે. અને ધાર્મિક ઉજવણીના કાર્યક્રમો શરૂ થયા છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામરથ હિંમતનગર શહેરના 35 થી વધુ મંદિરે ભ્રમણ કરશે. વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાતના પ્રાંત મંત્રી નલીન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને રથને પ્રસ્થાન કરાવ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 21, 2024 12:12 PM