દેશની સુરક્ષાના પગલે કચ્છના 21 ટાપુમાં પ્રવેશ પર પ્રતિબંધ, જુઓ વીડિયો

દેશની સુરક્ષાના પગલે કચ્છના 21 ટાપુમાં પ્રવેશ પર પ્રતિબંધ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 16, 2024 | 12:39 PM

કચ્છની સરહદી દરિયાઈ વિસ્તારમાં માનવ વસાહત રહિત ટાપુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેમાં અબડાસાના અને લખપત તાલુકાના તેમજ પૂર્વ કચ્છના એક નિર્જન ટાપુમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

કચ્છની સરહદી દરિયાઈ વિસ્તારમાં માનવ વસાહત રહિત ટાપુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેમાં અબડાસાના અને લખપત તાલુકાના તેમજ પૂર્વ કચ્છના એક નિર્જન ટાપુમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કચ્છમાં માનવ વસાહત રહિત 21 ટાપુ પર પ્રવેશ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર 21 જેટલા ટાપુઓ પર આતંકવાદી પ્રવૃતિ રોકવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ 21 જેટલા નિર્જન ટાપુઓ પર હવે પ્રવેશ નહીં મેળવી શકાય. તેમજ જાહેરનામાના ભંગ બદલ ભારતીય દંડ સંહિતના હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. કોન્સ્ટેબલથી ઉપરના પોલીસ અધિકારી ફરિયાદ નોંધવા અધીકૃત છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો