રાજકોટના બેડલામાં પોલીસ પર હુમલો, હુમલાખોરો PSIની રિવોલ્વોર ઝુટવી ફરાર થયા

Attack on police in Rajkot : આ ઘટનામાં લોકો ભેગા થઇ જતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા અને તેમાંથી કોઈ એકે PSIની રિવોલ્વોર ઝુટવી લીધાની માહિતી મળી રહી છે.

RAJKOT : રાજકોટના બેડલા ગામે પોલીસ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આરોપીને પકડવા ગયેલી રાજકોટ રૂરલની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરો PSIની રિવોલ્વોર ઝુટવી ફરાર થયા છે.
રાજકોટ શહેર પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મૂજબ રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસ મથક અંતર્ગત આવતા કુવાડવા રોડ નજીકના બેડલા ગામે દેશી દારૂના મામલે તપાસ કરવા ગયેલા એરપોર્ટ પોલીસ મથકના PSI અને કોન્સ્ટેબલ સહીતની ટીમ પર દેવીપૂજક શખ્સોના ટોળાએ હુમલો કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે 8 થી 10 લોકોના ટોળાએ હુમલો કરી અને PSIની રિવોલ્વોર ઝુટવી ફરાર થયા હતા.

આ ઘટનામાં લોકો ભેગા થઇ જતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા અને તેમાંથી કોઈ એકે PSIની રિવોલ્વોર ઝુટવી લીધાની માહિતી મળી રહી છે. આ હુમલામાં ઘાયલ PSI અને બે કોન્સ્ટેબલને સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે અને હુમલાખોરોને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : PM Modi UNGA: પાકિસ્તાનનું નામ લીધા વિના નિશાન સાધ્યું, અફઘાનિસ્તાન પર પણ બોલ્યા, જાણો UNમાં વડાપ્રધાન મોદીના સંબોધનની 10 મોટી વાતો

આ પણ વાંચો : છેલ્લા 7 વર્ષથી ગુમ માંગરોળનો યુવાન મુંબઈથી મળી આવ્યો, જાણો મુંબઈમાં કોની સાથે રહેતો હતો

Click on your DTH Provider to Add TV9 Gujarati