AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આસારામની તબિયત લથડતાં જોધપુર AIIMSમાં સારવાર હેઠળ, પુત્ર નારાયણ સાંઈની વચગાળાના જામીન માટે અરજી

આસારામની તબિયત લથડતાં જોધપુર AIIMSમાં સારવાર હેઠળ, પુત્ર નારાયણ સાંઈની વચગાળાના જામીન માટે અરજી

Ronak Varma
| Edited By: | Updated on: Jan 26, 2024 | 5:48 PM
Share

80 વર્ષીય આસારામની તબિયત હાલ ગંભીર છે. ત્યારે સુરત જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાંઈએ જામીન માટે અરજી કરી છે. નારાયણ સાંઈ આસારામના એકમાત્ર પુત્ર હોવાના આધારે 20 દિવસના વચગાળાના જામીન માગ્યા છે. નારાયણ સાંઈની અરજી પર 29 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

યૌન શોષણના આરોપમાં રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામની તબિયત લથડતાં હાલ જોધપુર AIIMSમાં સારવાર હેઠળ છે. ત્યારે સુરત જેલમાં બંધ પુત્ર નારાયણ સાંઈએ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. બીમાર પિતા આસારામની સેવા માટે વચગાળાની જામીન માટે નારાયણ સાંઈએ અરજી કરી છે.

80 વર્ષીય આસારામની તબિયત હાલ ગંભીર છે. ત્યારે સુરત જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાંઈએ જામીન માટે અરજી કરી છે. નારાયણ સાંઈ આસારામના એકમાત્ર પુત્ર હોવાના આધારે 20 દિવસના વચગાળાના જામીન માગ્યા છે. નારાયણ સાંઈની અરજી પર 29 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો કોરોનામાં વાલી ગુમાવનાર અરજદારને રાહત, મકાનની જપ્તી પર હાઈકોર્ટે લગાવી રોક

Published on: Jan 26, 2024 05:44 PM
g clip-path="url(#clip0_868_265)">