રામ મંદિર મુદ્દે કોંગ્રેસે આલાપ્યા બે રાગ, રામ મંદિર મુદ્દે રાજકારણથી દૂર રહેવા કોંગ્રેસને અર્જુન મોઢવાડિયાની સલાહ
રામ મંદિર મુદ્દે કોંગ્રેસ બે રાગ આલાપતુ જોવા મળી રહ્યુ છે. કેન્દ્રીય નેતાગીરી અને ગુજરાતની નેતાગીરી જાણે કે રામ મંદિર મુદ્દે મત મતાંતર જોવા મળી રહ્યો છે. કોંગ્રેસની દિલ્હી નેતાગીરી કે જેમાં સોનિયા ગાંધી પણ સામેલ છે તેઓએ રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કર્યો અને ભાજપ રામ મંદિર મુદ્દે રાજનીતિ કરતી હોય તેવો દાવો કર્યો છે.
રામ મંદિર મુદ્દે કોંગ્રેસ બે રાગ આલાપતુ જોવા મળી રહ્યુ છે. કેન્દ્રીય નેતાગીરી અને ગુજરાતની નેતાગીરી જાણે કે રામ મંદિર મુદ્દે મત મતાંતર જોવા મળી રહ્યો છે. કોંગ્રેસની દિલ્હી નેતાગીરી કે જેમાં સોનિયા ગાંધી પણ સામેલ છે તેઓએ રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કર્યો અને ભાજપ રામ મંદિર મુદ્દે રાજનીતિ કરતી હોય તેવો દાવો કર્યો છે. જો કે કેન્દ્રીય નેતાગીરીના આ નિર્ણય સામે ગુજરાતના સ્થાનિક આગેવાનોમાં અલગ પડઘા પડ્યા છે.
ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાની પોસ્ટ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ ટ્વીટના માધ્યમથી કોંગ્રેસના દિલ્હી હાઇકમાન્ડ સામે સીધી નારાજગી દર્શાવી છે. તેઓએ કોંગ્રેસ હાઇકમાન્ડને રામ મંદિર મુદ્દે રાજકારણ કરવાથી દૂર રહેવાની સલાહ આપી છે. સાથે જ કહ્યું કે, રામ મંદિર દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે, કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયોથી દૂર રહેવું જોઇએ. વધુમાં મોઢવાડિયાએ લખ્યું કે, ભગવાન રામ આરાધ્ય દેવ છે, તે આસ્થા અને વિશ્વાસનો વિષય છે.
પૂર્વ ધારાસભ્ય અમરિશ ડેરે પણ કેન્દ્રીય નેતાગીરીના નિર્ણયને પડકાર્યો
અર્જૂન મોઢવાડિયાના આ ટ્વીટ બાદ સૌરાષ્ટ્રના અન્ય કોંગ્રેસી નેતા અને પૂર્વ ધારાસભ્ય તથા આહિર સમાજના નેતા અમરિશ ડેરે પણ કેન્દ્રીય નેતાગીરીના નિર્ણયને પડકાર્યો છે. તેઓએ પણ ટ્વીટના માધ્યમથી કોંગ્રેસના નેતાઓને સલાહ આપી કે, કોંગ્રેસના અમુક લોકોએ ખાસ નિવેદનથી દૂર રહેવું જોઇએ. તેઓએ લોક લાગણીનું સન્માન કરવું જોઇએ. મર્યાદા પુરષોત્તમ રામ આપણા આરાધ્ય દેવ છે. ભારતના અગણિત લોકોની આસ્થા નવનિર્મીત મંદિર સાથે વર્ષોથી જોડાયેલી છે.
હેમાંગ રાવલની પ્રતિક્રિયા
કોંગ્રેસના સ્થાનિક નેતાઓમાં માત્ર આ બે જ નહીં પરંતુ પક્ષના મુખ્યપ્રવક્તા હેમાંગ રાવલે પણ તિલક સાથેના એક ફોટો દ્વારા ટ્વીટ કરીને લખ્યુ કે, રામ નામથી મોટું આ દુનિયામાં કંઇ નથી અને ન હશે. સાથે જ પોસ્ટમાં એવો પણ ઉલ્લેખ કર્યો કે, જો રામ મંદિરનું આમંત્રણ મને મળ્યું હોત તો હું અવશ્ય જાત અને જલ્દી જ રામચંદ્રના દર્શને જવાનો પણ પ્રણ લીધો હોત.
કોંગ્રેસના પોતાને તૂટતા બચાવવા અનેક પ્રયાસ
દિલ્લી હાઇકમાન્ડના નિર્ણય અને કોંગ્રેસના આ સ્થાનિક નેતાઓની પોસ્ટથી પક્ષમાં હડકંપ મચી ગઇ છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પોતાને તૂટતી બચાવવા અથાક પ્રયાસો કરી રહી છે, પરંતુ આ એવા નેતાઓ છે જેમના વિચારો ઘણું બધુ કહી જાય છે. કેટલાક નેતાઓ તો એવા પણ છે કે જેમની ભુતકાળમાં ભાજપ તરફી ચાલ રહી છે. રામ મંદિર આમંત્રણના મુદ્દે રામ-રામ જપતા આ નેતાઓ ક્યાંક કોંગ્રેસને જ રામ રામ ન કરી દે.
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
