AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરવલ્લી પોલીસનો અનોખો પ્રયાસ, આરોપીઓને ગંભીર ગુનાની પ્રવૃતિથી વાળવા શરુ કર્યો પ્રયાસ

અરવલ્લી પોલીસનો અનોખો પ્રયાસ, આરોપીઓને ગંભીર ગુનાની પ્રવૃતિથી વાળવા શરુ કર્યો પ્રયાસ

| Updated on: Jan 02, 2024 | 9:35 PM
Share

અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ગંભીર ગુનાના આરોપીઓને માટે અનોખો પ્રયાસ શરુ કર્યો છે. નાર્કોટિક્સ અને મિલકત સંબધિત ગુનાઓના આરોપીઓ ફરીથી ગંભીર ગુનાઓ તરફ ના વળે એ માટે થઈને તેમને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આવા આરોપીઓને માટે હવે સમાજ જીવન સાનુકૂળ વાતારણમાં વિતાવી શકે એ માટે એક મેન્ટરના રુપમાં પોલીસ કર્મી પણ ફાળવવામાં આવશે.

જિલ્લામાં નાર્કોટિક્સ અને મિલકત સંબંધિત ગુનાઓ આચરનારા આરોપીઓને તેઓ ફરીથી સાનુકૂળ વાતાવરણમાં સમાજ જીવન જીવી શકે એ માટે પ્રયાસ પોલીસ તરફથી કરવામાં આવી રહ્યો છે. આવા ગંભીર ગુનાના 91 જેટલા આરોપીઓને પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. ગંભીર ગુનાઓની પ્રવૃત્તિથી રોકવા માટે પોલીસે પ્રયાસ શરુ કર્યો છે.

આ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ પહોંચ્યા, સુંદર ટાપુને નવા વર્ષે અનેક સુવિધાઓની ભેટ આપી

આ માટે 91 આરોપીઓને માટે એક એક પોલીસ કોન્સ્ટેબલ મેન્ટરના રુપમાં રહેશે. જે આરોપીની દરેક પ્રવૃત્તિઓ પર નજર રાખશે અને તે તેમને ગુનાહિત પ્રવૃત્તિઓ તરફથી અટકાવવા માટે સતત માર્ગદર્શન આપતા રહેશે એમ ડીવાયએસપી કેજે ચૌધરીએ જાણકારી આપી હતી.

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 02, 2024 09:34 PM
g clip-path="url(#clip0_868_265)">