ARAVALLI : ગોઢકુલ્લા હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ કેસ, મૃતકના નાનાભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

Godhkulla hand grenade blast case : ગત 28 ઓગસ્ટે ગ્રેનેડ બ્લાસ્ટમાં યુવક અને દોઢ વર્ષના બાળકે જીવ ગુમાવ્યો હતો.

ARAVALLI : ગોઢકુલ્લા હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ કેસ, મૃતકના નાનાભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
Aravalli : Godhkulla hand grenade blast case victim's younger brother commits suicide
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 8:26 AM

ARAVALLI : અરવલ્લી જિલ્લાના ગોઢકુલ્લા ગામના હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ કેસમાં મૃતકના નાનાભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. બ્લાસ્ટ દરમિયાન મૃત્યુ પામેલા યુવકના નાના ભાઈનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો છે.હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમાં મોતને ભેટનાર યુવકના નાનાભાઈએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. મૃતક રમેશ ફણેજાના 29 વર્ષીય નાના ભાઈ કાંતિ ફણેજાએ ઝાડ સાથે લટકીને ગળેફાંસો ખાઈ લીધો છે. ગોઢકુલ્લા ગામની સીમમાં ઝાડ પર ગળેફાંસો લગાવેલી હાલતમા મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે.પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે પોલીસ તરફથી કરાયેલા સતત દબાણથી કંટાળીને આપઘાત કર્યો છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગોઢકુલ્લા ગામે ગત 28 ઓગષ્ટે ભેદી ધડાકો થયો હતો અને આ મામલામાં મોટો ખુલાસો થયો હતો. તપાસ દરમિયાન પોલીસને મૃતકના ઘરમાંથી તેની તસ્વીરો મળી આવી હતી, જેમાં યુવકના કમર પર હેન્ડ ગ્રેન્ડ લટકાવેલો હતો. તો બીજી તરફ ફોરેન્સીક તપાસ દરમિયાન પ્રાથમિક જાણકારી સામે આવી છે કે, ધડાકો હેન્ડ ગ્રેનેડનો થયો હતો. ઘટનાને લઇને પોલીસે હેન્ડ ગ્રેન્ડ મળવાને લઇને તપાસ હાથ ધરી હતી સાથે જ મૃતક યુવકના ઇતિહાસને પણ તપાસવાની પ્રક્રિયા શરુ કરી હતી.

આ દરમિયાન ફોરેન્સીક તપાસમાં પણ પ્રાથમિક રીતે જ આ બાબતને સૂચવવામાં આવી હતી. જેને લઇને પોલીસની ટીમો ચોંકી ઉઠી હતી અને ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા જ પોલસીને યુવકની એવી તસ્વીરો હાથ લાગી હતી કે, જેમાં યુવકના કમર પટ્ટા પર હેન્ડ ગ્રેનેડ લટકાવેલો હતો. જ્યારે બીજી એક તસ્વીરમાં તે એક બંદૂક સાથે જોવા મળી રહ્યો હતો. પોલીસે હવે આ દિશામાં પણ તપાસ હાથ ધરી હતી કે, તેની આ તસ્વીરો પાછળનું રહસ્ય શું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">