અરવલ્લીમાં પ્રદેશના નેતાઓની મુલાકાત બાદ પીઢ કોંગ્રેસી દંપતી રાજીનામું ધર્યુ, હવે ભાજપમાં જોડાશે
લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને માટે એક બાદ એક ઝટકારુપ સમાચાર સામે આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, મધુસૂદન મિસ્ત્રી સહિતના નેતાઓના પ્રવાસ થયો હતો. કોંગ્રેસની મુલાકાત બાદ હવે અગ્રણી કાર્યકરો અને નેતાઓના રાજીનામા પડવા લાગતા હલચલ મચી ગઈ છે.
કોંગ્રેસના માટે એક બાદ એક ઝટકા રુપ સમાચાર ઉત્તર ગુજરાતમાંથી મળી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની અરવલ્લી જિલ્લામાં મુલાકાત બાદ જ વધુ એક નિરાશાજનક સમાચાર ચૂંટણી પહેલા કોંગ્રેસને મળી રહ્યા છે. મેઘરજના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના ત્રણ વાર ચૂંટાયેલ નેતા હવે કોંગ્રેસને રામ રામ કરી રહ્યા છે. તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધુ છે.
આ પણ વાંચો: લોકસભા પહેલા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, ડો. વિપુલ પટેલ કરશે કેસરીયા!
પીઢ કોંગ્રેસી કાર્યકર જતીન પંડ્યા અને તેમના પત્નિ રુપલ પંડ્યાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. રુપલ પંડ્યા હાલમાં જિલ્લા કોંગ્રેસના મહિલા પાંખના ઉપ પ્રમુખ હતા અને તેઓએ રાજીનામુ ધર્યુ છે. જતીન પંડ્યાએ દાવો કર્યો હતો કે, તેઓ અને અન્ય 600 જેટલા કાર્યકરો કેસરીયો ધારણ કરી રહ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ તેમને કમલમ ખાતે ખેસ પહેરાવીને ભાજપમાં જોડશે. આ પહેલા જ ડો. વિપુલ પટેલે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. જે કોંગ્રેસને માટે ઉત્તર ગુજરાતમાં મોટા ઝટકા રુપ સમાચાર છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ

