અરવલ્લીઃ આંગણવાડી ભરતી મામલે વિવાદ, અધિકારીઓની મનમાની હોવાને લઈ રોષ
અરવલ્લી જિલ્લામાં વિવાદ અને અધિકારીઓ વચ્ચે સીધો સંબંધ બની ચૂક્યો છે. આવી જ રીતે હવે આંગણવાડી કર્મચારીઓ અને તેડાગરની ભરતીના મામલે વિવાદ સર્જાયો છે. ભિલોડા અને ધનસુરા તાલુકાના અરજદારોને જિલ્લા પંચાયત ખાતે બોલાવ્યા બાદ અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ નહીં આપવાને લઈ વિવાદ સર્જાયો છે. તો અધિકારીઓ પણ જવાબ આપવાથી છટકવા લાગ્યા છે.
એક તરફ હાલમાં રાજ્યમાં બેરોજગારીને લઈ સરકાર દ્વારા પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી સાથે શિક્ષણ બાળકોને મળી રહે અને કેળવણી યોગ્ય થાય એ માટે આંગણવાડી કેન્દ્રોમાં ખાલી સ્થાનો ભરવા પ્રયાસ કરાઈ રહ્યો છે. તો બીજી તરફ અધિકારીઓ મનમાની કરતા હોય એવો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચોઃ ભારતથી 496 KM દૂર દરિયાઈ ટાપુ પર ઇન્ટરનેટ 100 ગણું ઝડપી બન્યું, 3 ગુજરાતીઓની મહત્વની ભૂમિકા
જિલ્લામાં આંગણવાડી કર્મચારીઓ અને તેડાગરની ભરતીને લઈ વાંધા અરજીઓને લઈ અરજદારોને સાંભળવા માટે જિલ્લા પંચાયત સ્થિત કચેરીએ આઈસીડીએસ પ્રોગ્રામ અધિકારીએ બોલાવ્યા હતા. તો વળી ત્યાં પહોંચેલ અરજદારોને વાંધાઓને મામલે કોઈ જ યોગ્ય જવાબ નહીં આપતા વિવાદ સર્જાયો હતો. વાંધા અરજીઓ મામલે અરજદારોને બોલાવવા છતાં જવાબ નહીં આપીને મનમાની કરતા હોય અધિકારીઓ એવો વ્યવહાર સામે આવ્યો હતો.
અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 01, 2024 08:01 PM
