ફરી સરકારી ભરતી વિવાદમાં: LRD અને PSI ની શારીરિક કસોટીને હાઈકોર્ટમાં પડકારી, ઉમેદવારોએ લગાવ્યો આ ગંભીર આક્ષેપ

ફરી એક સરકારી ભરતી વિવાદમાં આવી છે. આ વર્ષે લેવાયેલી LRD અને PSI ની કસોટી પર આક્ષેપો લગાવતી અરજી ઉમેદવારો દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Dec 30, 2021 | 11:43 AM

Government Exam: ચાલુ વર્ષે લેવાયેલી LRD અને PSIની શારીરિક કસોટી (LRD and PSI Physical Exam) વિવાદના ઘેરામાં આવી છે. ભરતી બોર્ડ દ્વારા શારીરિક માપણીમાં ભૂલ થઈ હોવાના આક્ષેપ સાથે કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટમાં (Gujarat High Court) અરજી કરી છે. ઉમેદવારોની રજૂઆત છે કે વર્ષ 2019ની ભરતી દરમિયાન તેમને શારીરિક માપણીમાં યોગ્ય ઠેરવાયા હતા. પણ ચાલુ વર્ષે લેવાયેલી શારીરિક કસોટીમાં તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

આમ વર્ષ 2019 અને 2021ની ભરતીમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. જેને લઈ હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ભરતી બોર્ડને હાઈટ રિ-મેજરમેન્ટનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે તમામ 10 ઉમેદવારોની ઊંચાઇ સોલા સિવિલ હોસ્પિટલમાં ફરીથી કરાવવાનો બોર્ડ અને રાજ્ય સરકારને નિર્દેશ કર્યો.

હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે જો ઉમેદવારોની શારીરિક માપણી યોગ્ય જણાશે તો તેને લેખિત પરીક્ષામાં બેસવાનો અધિકાર છે. હવે આગામી સુનાવણીમાં હાઈકોર્ટ તમામ તથ્યોના આધારે અરજી પર નિર્ણય લઈ શકે છે. જાહેર છે કે સરકારી ભરતીમાં પાસ થવા માટે ઉમેદવારો ખુબ મહેનત કરે છે. તાજેતરમાં વિવાદમાં આવેલી હેડ ક્લાર્કની ભરતી બાદ અન્ય ભરતી વિવાદમાં આવી છે.

 

આ પણ વાંચો: કોરોનાની આફત વચ્ચે CM નો રોડ શો: આવતીકાલે રાજકોટમાં રોડ શોનું આયોજન, તંત્રની તૈયારીઓ શરુ

આ પણ વાંચો: MP Kalicharan Maharaj Arrested: ખજુરાહોમાંથી કાલીચરણની ધરપકડ કરવામાં આવી હતી, ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર કરી હતી અભદ્ર ટિપ્પણી

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati