રાજકોટમાં વધુ એક નેતાને થયો કોરોના

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ક્રિકેટ મેચ બાદ, કોરોનાના ( Corona ) કહેર વધ્યો છે. રાજકોટમાં Rajkot પણ છેલ્લા કેટલાક દિવસથી રોજબરોજ કોરોનાના કેસ નોંધપાત્ર રીતે વધી રહ્યાં છે. રાજકોટમાં વધુ એક રાજનેતા પણ કોરોનાનો શિકાર બન્યા છે.

  • Bipin Prajapati
  • Published On - 9:37 AM, 30 Mar 2021
રાજકોટમાં વધુ એક નેતાને થયો કોરોના
રાજકોટના નેતા ઉદય કાનગડને થયો કોરોના

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ક્રિકેટ મેચ બાદ, કોરોનાના ( Corona ) કહેર વધ્યો છે. રોજબરોજ ચિંતાજનક રીતે કોરોનાના કેસ વધી રહ્યાં છે. રાજકોટમાં (Rajkot) પણ છેલ્લા કેટલાક દિવસથી રોજબરોજ કોરોનાના કેસ નોંધપાત્ર રીતે વધી રહ્યાં છે. રાજકોટ ( Rajkot ) મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન ઉદય કાનગડનો (uday kangad ) કોરોના ટેસ્ટ કરાવતા, તેઓ પોઝીટીવ આવ્યા છે. રાજકોટ સહીત ગુજરાતમાં અનેક નેતાઓ કોરોનાનો શિકાર બન્યા છે. કોરોનાના વધુ એક દર્દી તરીકે  ઉદય કાનગડનું નામ આવ્યું છે. જો કે તેઓ  હોમ ક્વોરોન્ટાઈન થયા છે. અને છેલ્લા કેટલાક દિવસથી તેમના સંપર્કમાં આવનારને સાવચેતી અને સાવધાની રાખવાની સલાહ આપી છે.