પંચમહાલ : રાજ્યમાં વધુ એક ભરતી પ્રક્રિયા વિવાદમાં, ભરતી પ્રક્રિયામાં મોટો છબરડો થયો હોવાનો ઉમેદવારોનો આક્ષેપ

| Edited By: | Updated on: Jan 05, 2024 | 4:51 PM

મેરિટ પ્રક્રિયામાં ઉમેદવારોને અન્યાય થતો હોવાનો આક્ષેપ કરાયો છે. મેરિટમાં ન આવેલા ઉમેદવારોની અપીલ ધ્યાને ન લેવાતા વિવાદ વધ્યો છે. અપીલ ગ્રાહ્ય ન રહેતા મહિલા ઉમેદવારોએ હોબાળો કર્યો છે. આ સાથે ઉમેદવારો દ્વારા ભરતી પ્રક્રિયા રદ કરવાની માગ કરવામાં આવી છે.

રાજ્યમાં વધુ એક ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી છે. પંચમહાલમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયામાં વિવાદ સર્જાયો છે. ભરતી પ્રક્રિયામાં મોટો છબરડો થયો હોવાનો ઉમેદવારો આક્ષેપ કરી રહ્યા છે. એક જ ઉમેદવારનું નામ મેરિટમાં બે વાર દર્શાવવામાં આવતાં ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો.

મેરિટ પ્રક્રિયામાં ઉમેદવારોને અન્યાય થતો હોવાનો આક્ષેપ કરાયો છે. મેરિટમાં ન આવેલા ઉમેદવારોની અપીલ ધ્યાને ન લેવાતા વિવાદ વધ્યો છે. અપીલ ગ્રાહ્ય ન રહેતા મહિલા ઉમેદવારોએ હોબાળો કર્યો છે. આ સાથે ઉમેદવારો દ્વારા ભરતી પ્રક્રિયા રદ કરવાની માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો ગોધરા હત્યાકાંડના સાક્ષીઓની સુરક્ષા પાછી ખેંચાઈ, સરકારે સુરક્ષા પરત ખેંચતા સાક્ષીઓમાં નારાજગી