આણંદઃ બોરસદમાં પ્રસુતાના મોત બાદ પરિવારજનોનો હોબાળો, જુઓ વીડિયો

આણંદઃ બોરસદમાં પ્રસુતાના મોત બાદ પરિવારજનોનો હોબાળો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 12, 2024 | 8:47 AM

પ્રસુતિ બાદની સારવારમાં ડૉકટરે બેદરકારી દાખવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. પરિવારજનોએ હોસ્પિટલ બહાર હોબાળો મચાવ્યો હતો. જો કે સ્થિતિને જોતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. મામલો થાળે પાડ્યા બાદ પ્રસૂતાના મૃતદેહને કરમસદ મેડિકલમાં ખસેડવામાં આવ્યો હતો.

આણંદ જિલ્લાના બોરસદમાં હોસ્પિટલમાં પ્રસૂતાના મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ પ્રસૂતાના મોત માટે હોસ્પિટલ અને તબીબને જવાબદાર ગણાવ્યા હતા. હોસ્પિટલમાં હોબાળો મચી જતા બોરસદ પોલીસ સ્થળ પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

આણંદ જિલ્લાના બોરસદના દીપ હોસ્પિટલના ડૉક્ટર પર બેદરકારીનો આક્ષેપ લાગ્યો છે. 10 જાન્યુઆરીના રોજ મહિલાને પ્રસૂતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે બાળકને જન્મ આપ્યા બાદ મહિલાની તબિયત લથડી હતી. મહિલાની તબિયત લથડતા વધુ સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં રીફર કરાઈ હતી. જો કે કરમસદની હોસ્પિટલ પહોંચતા જ ડૉકટરે મહિલાને મૃત જાહેર કરી હતી. જે પછી પ્રસૂતાના પરિવાર શોક ફેલાયો હતો.

આ પણ વાંચો- બનાસકાંઠાઃ નર્મદા માઈનોર કેનાલમાં ફરી ગાબડું પડ્યુ, ખેતરોમાં પાણી ફરી વળતા નુક્સાન

પ્રસુતિ બાદની સારવારમાં ડૉકટરે બેદરકારી દાખવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. પરિવારજનોએ હોસ્પિટલ બહાર હોબાળો મચાવ્યો હતો.જો કે સ્થિતિને જોતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. મામલો થાળે પાડ્યા બાદ પ્રસૂતાના મૃતદેહને કરમસદ મેડિકલમાં ખસેડવામાં આવ્યો હતો. જે પછી બોરસદ પોલીસ અને મામલતદારે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો