Anand : બોરસદમાંથી ઝડપાયું ગેરકાયદેસર કતલખાનું, પોલીસે રેડ કરી એક ટેમ્પો, 3 કુહાડી અને 13 છરા કર્યા જપ્ત, જુઓ Video
બોરસદમાંથી પોલીસે ગેરકાયદેસર કતલખાનું ઝડપી પાડ્યું છે. બોરસદના રબારી ચકલામાં પોલીસે રેડ કરી હતી. જે દરમ્યાન નબી કાદર કુરેશી અને મુમતાજ ખાન કુરેશી જે ગેરકાયદેસર કતલખાનું ચલાવતા હતા. આ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી એક ટેમ્પો, 3 કુહાડી અને 13 છરા કર્યા જપ્ત કર્યા છે. સાથે એક ગાયને બચાવી લેવાઈ હતી. અન્ય ચાર ફરાર લોકોને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આણંદના બોરસદમાંથી ગેરકાયદેસર કતલખાનું ઝડપાયું છે. પોલીસે બોરસદના રબારી ચકલામાં રેડ કરી હતી. રેડ દરમિયાન બે અલગ અલગ ઘરમાં ગેરકાયદેસર કતલખાનું ચાલતું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્થળ ઉપર વાછરડાનું કતલ કરતા બે લોકોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો : Anand : કચરા પેટીમાં ત્યજી દેવાઈ નવજાત, બાળકીનાં રડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા, જુઓ Video
સમય સૂચકતા દાખવી સ્થળ પર પહોંચેલી પોલીસ દ્વારા એક ગાયને બચાવી લેવાઈ છે. આ સમગ્ર બાબતે પોલીસે બે લોકોની અટકાયત પણ કરી છે, અન્ય ચાર લોકો ફરાર હોવાથી તેમની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. નબી કાદર કુરેશી અને મુમતાજ ખાન કુરેશી ગેરકાયદેસર કતલખાનું ચલાવતા હતા. પોલીસે એક ટેમ્પો, 3 કુહાડી અને 13 છરા જપ્ત કર્યા છે. બોરસદ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની અટકાયત માટે ચક્રો ગતિમાન કર્યા છે.
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
