શ્વાનના આતંકથી શહેરીજનોની વધી ચિંતા, આણંદમાં એક જ દિવસમાં બે યુવકોને શ્વાને ભર્યા બચકા
ગુજરાત રાજયમાં રખડતા શ્વાનનો આંતક હજુ પણ યથાવત છે. ઘટના આણંદ થી સામે આવી છે. જેમાં એક જ દિવસે બે યુવકોને શ્વાને બચકા ભર્યા છે. કોર્ટ કમ્પાઉન્ડમાં બેથી ત્રણ જણાને બચકા ભર્યા છતાં પાલિકા તંત્ર શ્વાનને પકડવામાં નિષ્ફળ રહ્યું છે. ઉમરેઠ નગરમાં રખડતા ઢોર અને શ્વાનના આંતકથી નગરજનોમાં ફફડાટ વ્યાપ્યો છે.
આણંદના ઉમરેઠમાં રખડતા શ્વાનનો આંતક સામે આવ્યો છે. ઉમરેઠ નગરના તમામ બજારોમાં રખડતા શ્વાનનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. નગરમાં એક જ દિવસે બે યુવકોને શ્વાને બચકા ભર્યા હોવાની ઘટના બની હતી. ઉમરેઠ પાલિકા ચોગાનમાં જ 10થી 12 રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે.
આ પણ વાંચો : બોરસદમાંથી ઝડપાયું ગેરકાયદેસર કતલખાનું, પોલીસે રેડ કરી એક ટેમ્પો, 3 કુહાડી અને 13 છરા કર્યા જપ્ત, જુઓ Video
કોર્ટ કમ્પાઉન્ડમાં બેથી ત્રણ લોકોને બચકા ભર્યા. ઘટના બાદ પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હતું. તેમ છતાં પાલિકા તંત્ર કુતરા પકડવામાં નિષ્ફળ રહ્યું હતું. ઉમરેઠ નગરમાં રખડતા ઢોર અને સ્વાનના આંતકથી નગરજનોમાં ફફડાટ મચ્યો છે. ગુજરાતના વિવિધ શહેરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવી રહ્યો છે. જેનો વહેલી તકે નિકલા કરવામાં આવે તેવી લોક માગ ઉઠી છે.
