Anand : કચરા પેટીમાં ત્યજી દેવાઈ નવજાત, બાળકીનાં રડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Oct 25, 2023 | 10:21 PM

બાળકોના જન્મ થી લઈ પગભર થાય ત્યાં સુધી સરકાર તેમની દેખભાળ કરવા તમામ મદદ કરે છે. પરંતુ આણંદમાં હચમચાવી ડે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આણંદના વલ્લભવિદ્યાનગરમાં કચરા પેટીમાં બાળકી ત્યજી દેવાની ઘટના બની છે. નિષ્ઠુર જનેતાએ બાળકીને જન્મ આપી કચરાપેટીમાં ત્યજી દીધી હતી. પોલીસે નવજાત બાળકીનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

આણંદમાં વલ્લભવિદ્યાનગરમાં કચરા પેટીમાં ફરી નવજાત ત્યજી દેવાની ઘટના બની છે. કચરા પેટી નજીક ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી છે. કોઈ નિષ્ઠુર જનેતાએ બાળકીને જન્મ આપી કચરાપેટીમાં ત્યજી દીધી હોવાની ઘટના બની છે.

આ પણ વાંચો : Anand Breaking News : ગુજરાત ATSએ આણંદથી પાકિસ્તાની જાસૂસને ઝડપ્યો, આ રીતે ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો

જીવિત બાળકીને કચરામાં નાખી દેતા કચરા પેટીમાંથી બાળકીનાં રડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાળકીને મેડિકલ પરીક્ષણ માટે 108 માં એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવાઈ. વલ્લભવિદ્યાનગર પોલીસે નવજાત બાળકીનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી. હાલતો સ્થળની આસપાસના CCTV ની તપાસ કરવામાં આવી રહી છે.

આણંદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 25, 2023 10:18 PM