ANAND : પીપળાવ પાસે 50 લાખથી વધુની લૂંટની ઘટના, આંગડીયા પેઢીની ગાડીને આંતરીને થઇ લૂંટ

અમદાવાદથી તારાપુર જતી આંગડીયા ગાડીમાં અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી છે. જેમાં સોના, ચાંદીના દાગીના તેમજ હીરા સહિત 50 લાખથી વધુની કિંમતની લૂંટ થઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 5:36 PM

ANAND : કોરોના મહામારીમાં રાહત થતાની સાથે જાણે કે લૂંટારુઓને ખુલ્લું મેદાન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજયમાં એક બાદ એક ક્રાઇમની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આવી જ એક ઘટના આણંદના પીપળાવ પાસે મોડી રાત્રે બની છે. અમદાવાદથી તારાપુર જતી આંગડીયા ગાડીમાં અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી છે. જેમાં સોના, ચાંદીના દાગીના તેમજ હીરા સહિત 50 લાખથી વધુની કિંમતની લૂંટ થઇ છે. આગંડીયા પેઢીના ચાર લોકો ગાડીમાં તારાપુર જઇ રહ્યાં હતાં. ત્યારે આંગડીયાની ગાડીને અન્ય બે ગાડી દ્વારા આંતરીને કાચ તોડી મરચું નાંખી લૂંટ ચલાવાઇ છે. હાલ તો SOG અને LCB દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અને, લૂંટારુઓનું પગેરું શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">