AMTS બસમાં મુસાફરી જરાક સંભાળીને! ચાલકે ‘પીધેલી’ હાલતમાં સિગ્નલ સાથે અકસ્માત સર્જ્યો
અમદાવાદની AMTS બસમાં બેસતો હવે સંભાળવુ પડે એવા કિસ્સો વાડજથી આવ્યો છે. AMTS બસનો ચાલક નશાની હાલતમાં ડ્રાઇવીંગ કરતો હોવાનું સામે આવ્યુ છે. નશાની હાલતમાં જ બસ હંકારતા તેણે વાડજ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલના થાંભલા સાથે બસ અથડાઈ હતી. AMTS બસનો ચાલક નશાની હાલતમાં હોવાનો આ વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદની AMTS બસમાં મુસાફરી કરવી એટલે કે જાણે કે જીવને ખતરો બને એવી સ્થિતિનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના વાડજ સર્કલ વિસ્તારમાં AMTS બસનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જનાર AMTS બસનો ચાલક નશાની હાલતમાં હોવા દરમિયાન તેણે અકસ્માત સર્જવાને લઈ લોકો રોષ ભડકી ઉઠ્યો હતો. તો બસમાં સવાર મુસાફરોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા.
આ પણ વાંચોઃ દીવમાં મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સ 2024નો રંગારંગ પ્રારંભ, ભારતમાં પ્રથમવાર આયોજન
મોહન પાર્કથી નવા વાડજ AMTS રુટની આ બસનો ચાલક ફરજ દરમિયાન જ નશાની હાલતમાં હતો. નશાની હાલતમાં જ તે બસ હંકારી રહ્યો હતો અને અંતે તેણે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતને પગલે AMTSના અધિકારીઓ સહિત પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને બસ ચાલક સામે કાર્યવાહી કરી હતી. તેમજ મુસાફરોને પણ અન્ય બસ મારફતે સલામત રીતે તેમના મુકામ સુધી પહોંચાડવા વ્યવસ્થા હાથ ધરી હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 05, 2024 08:19 PM
