અમરેલી વીડિયો: મીરાદાતાર વિસ્તારમાં આવી ઉજાસ,ગામમાં વીજળી આવતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહ

અમરેલી વીડિયો: મીરાદાતાર વિસ્તારમાં આવી ઉજાસ,ગામમાં વીજળી આવતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહ

| Edited By: | Updated on: Jan 18, 2024 | 3:12 PM

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના મીરાદાતાર વિસ્તારની જ્યાં સિમ વિસ્તારમાં 25થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. કુલ 100 ઉપરાંતના લોકો અહીં 25 વર્ષથી રહે છે.અહીંના લોકો આજ દિન સુધી વીજળી વગર રહી રહ્યાં હતા.

દેશ આઝાદીનો અમૃત મહોસ્તવ યોજી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલાના મીરાદાતાર વિસ્તારમાં ખરેખર અમૃતકાળ શરૂ થયો છે. કારણકે અહીંના લોકોના ઘરે વીજળી આવી છે. દેશ અને ગુજરાત ડિજિટલ તરફ આગળ વધી રહ્યો છે પરંતુ ગુજરાતમાં આજે પણ હજુ છેવાડાના લોકો વીજળી વિહોણા વસવાટ કરી રહ્યા હતા.

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના મીરાદાતાર વિસ્તારની જ્યાં સિમ વિસ્તારમાં 25થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. કુલ 100 ઉપરાંતના લોકો અહીં 25 વર્ષથી રહે છે. અહીંના લોકો આજ દિન સુધી વીજળી વગર રહી રહ્યાં હતા. પરંતુ PGVCL વિભાગ દ્વારા 76 લાખના ખર્ચએ અહીં જ્યોતિ ગ્રામ વીજળી પહોંચતા મીરાદાતાર વિસ્તારમાં અજવાળું પથરાયું છે.

ગામના ઘરોમાં શાળામાં વીજળી આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.આ યુવા પેઢી પહેલા તેમના પરિવારજનોએ તો વીજળી જોઇ જ ન હતી.જેના કારણે અત્યારે વીજળી આવતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહ સાથે ખુશીનો માહોલ છે.સરકાર દ્વારા હજી આવા પરા વિસ્તારોને શોધીને ત્યાં વીજળી પૂરી પાડવાની કવાયત હાથ ધરાઇ છે.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો