અમરેલીમાં વાતાવરણ પલટાયું, કમોસમી વરસાદ પૂર્વે જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો

માવઠાની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. બુધવારે સમગ્ર કોસ્ટલ બેલ્ટમાં કરંટ વધી શકે છે તો પવનની ઝડપ પણ 40 થી માંડીને 60 કિમીની રહેશે.

ગુજરાતમાં(Gujarat)કમોસમી વરસાદની(Unseasonal Rain)આગાહી વચ્ચે જાફરાબાદના (Jafrabad)દરિયામાં (Sea) કરંટ જોવા મળ્યો છે. તેમજ ભારે પવનના કારણે દરિયામાં તોફાની મોજાઓ ઉછળતા જોવા મળ્યા હતા. માવઠાની આગાહીના પગલે જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. બુધવારે સમગ્ર કોસ્ટલ બેલ્ટમાં કરંટ વધી શકે છે તો પવનની ઝડપ પણ 40 થી માંડીને 60 કિમીની રહેશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ફરી એકવાર માવઠુ ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદ (Unseasonal Rain) પડે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી માવઠુ પડે તેવી આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પર તેની અસર વર્તાશે.

જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે. 1 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં લૉ-પ્રેસર સર્જાશે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે.

જ્યારે કે 2 તારીખે પણ ભારે વરસાદ પડશે. મહત્વનું છે કે, માવઠાના કારણે સૌથી મોટો ફટકો ખેડૂતોને પડે છે. માવઠાના કારણે પાકને નુકસાન થતા ખેડૂતોની કફોડી થઈ જાય છે. ત્યારે ખેડૂતોને પણ પાક સુરક્ષિત સ્થાને રાખવા સૂચના અપાઈ છે.

જણાવી દઈએ કે IMD અનુસાર, ગુજરાતમાં 1-2 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં 1લી ડિસેમ્બર માટે ઓરેન્જ એલર્ટ અને 2જી ડિસેમ્બર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે માછીમારો માટે 5 દિવસની ચેતવણી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો :  Vibrant Gujarat Summit 2022 : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે મુંબઇમાં વાયબ્રન્ટ સમિટ સંદર્ભમાં રોડ-શો યોજશે

આ પણ વાંચો : ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુના સમયગાળામાં થયો ફેરફાર, જાણો વિગતે

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati