Amreli: બગસરાની પ્રાથમિક શાળાના પછાત સમાજના શિક્ષકે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત, જ્ઞાતિને આધારે ત્રાસ આપવાની ફરિયાદ
Amreli: અમરેલીના બગસરાના જાંજરીયા ગામે પ્રાથમિક શાળાના પછાત સમાજના શિક્ષકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. શિક્ષક કાંતિભાઈ ચૌહાણને જ્ઞાતિ પ્રત્યે માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. બગસરા પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિલા શિક્ષક સહિત પાંચ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને લઈને શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે મુખ્ય એક આરોપીની અટકાયત કરતા પરિવારજનોએ મૃતદેહને સ્વીકાર્યો છે
Amreli: અમરેલીના બગસરાના જાંજરીયા ગામે પ્રાથમિક શાળાના પછાત સમાજના શિક્ષકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. શિક્ષક કાંતિભાઈ ચૌહાણને જ્ઞાતિ પ્રત્યે માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. બગસરા પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિલા શિક્ષક સહિત પાંચ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે અમરેલી જિલ્લા પોલીસે મુખ્ય એક આરોપીની અટકાયત કરતા પરિવારજનોએ મૃતદેહને સ્વીકાર્યો છે.
આ ઘટનાને લઈને શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે મૃતક શિક્ષકે તાલુકા શિક્ષણ અધિકારીને ત્રાસ અપાતો હોવાની લેખિત ફરિયાદ આપી હતી. તે અનુસંધાને બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે કોઈ શિક્ષકોના નામ ફરિયાદમાં સામેલ હશે તેમની સામે પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો: Amreli: રાજુલામાં આદમખોર દીપડાનો આતંક, કાતર ગામમાં 8 વર્ષના બાળક પર કર્યો હુમલો-Video
અમરેલી પોલીસે એક આરોપીને ગોંડલ નજીકથી ઝડપી પાડ્યો છે. બાદમાં પોલીસે સમજાવટ કરતા પરિવારજનોએ મૃતદેહને સ્વીકારી તેમના વતન અંતિમ વિધિ માટે લઈ જવાયો હતો. હાલ બગસરા પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો