Amreli: સુરવો ડેમમાં થઈ નવા નીરની આવક, અગ્રણીઓ કર્યાં પાણીનાં વધામણા

અમરેલીમાં સુરવો ડેમમાં (Dam) આવેલા નવા નીરને અગ્રણીઓ દ્વારા વધાવવામાં આવ્યું હતું અને જળદેવતાને પ્રાર્થના કરવામાં આવી હતી. ભારે વરસાદના પગલે સુરવો ડેમમાં 8 ફૂટ નવા નીરની આવક નોંધાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 5:39 PM

અમરેલી (Amreli) જિલ્લાના વડીયા ગામમાં સતત બે દિવસથી વરસતા વરસાદથી નદી અને ડેમમાં નવા નીર આવ્યા છે અને સુરવો ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતો માટે સિંચાઇના પાણીની રાહત થઈ ગઈ છે. અમરેલીમાં સુરવો ડેમમાં (Dam) આવેલા નવા નીરને અગ્રણીઓ દ્વારા વધાવવામાં આવ્યું હતું અને જળદેવતાને પ્રાર્થના કરવામાં આવી હતી. ભારે વરસાદના પગલે સુરવો ડેમમાં 8 ફૂટ નવા નીરની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં સારા વરસાદથી ડેમમાં 8 ફૂટ સહિત કુલ 11 ફૂટ નવા નીરની આવક થઈ છે. સુરવા ડેમની જળસપાટી વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. તાલુકાના નાળ ગામ ભારે વરસાદના પગલે ચેકડેમ છલકાયો જેના કારણે નદીમાં પણ ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે થોડો સમય વરસાદે વિરામ લેતા પાણી ઓસરવા લાગ્યા હતા. તો એક દિવસ પહેલા આવેલા વરસાદને કારણે ધારી તેમજ આંબરડીમાં રસ્તાઓ ઉપર નદીઓ વહેવા લાગી હતી. તેમજ ગીર કાંઠાના ગામમાં ભારે વરસાદ થતા શેત્રુંજી નદીમાં પૂર આવી ગયું હતું.

હવામાન વિભાગે (Meteorological Department) આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં હવે ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે. જોકે આગાહી પ્રમાણે ગુજરાતના દરિયાાકાંઠે આગામી 24 કલાકમાં લો પ્રેશર સિસ્ટમ ઉભી થશે. જેના પગલે દરિયાકિનારાઓ પર ભારે પવન ફુંકાશે. માછીમારો અને બંદરો માટે પણ ચેતવણી આપવામાં આવી છે તો બીજી તરફ ગુજરાતના કેટલાક બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ છે. લોકોને દરિયાકાંઠે ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે.

સમુદ્રમાં લો પ્રેશરને પગલે ત્રણ નંબરનું સિગ્નલ

વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિદ્વારકામાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. ત્યારે પોરબંદર પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ છે. સમુદ્રમાં લો પ્રેશરને પગલે પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ છે તો અહીં માછીમારોને દરિયામાં ન જવા અને સાવચેત રહેવા જણાવવામાં આવ્યુ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">