Amreli: શેત્રુંજી નદીમાં ખાણ ખનિજ વિભાગના દરોડા, ગેરકાયદે રેતી ચોરી કરતા બે ટ્રેક્ટર કરાયા જપ્ત- Video
Amreli: અમરેલીમાં દિવસે દિવસે રેતી ચોરીના બનાવો વધી રહ્યા છે. શેત્રુંજી નદીમાંથી રેતીચોરીની ફરિયાદ બાદ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ દોડતા થયા છે શેત્રુંજી નદીમાં દરોડાની કામગીરી હાથ ધરી હતી. જેમા દરોડા દરમિયાન બે ટ્રેક્ટર સાથે ખનન માફિયા રેતી ચોરી કરતા ઝડપાયા હતા. ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ રેતી ચોરી કરતા માફિયા સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Amreli: અમરેલીમાં રેત માફિયા સામે ખાણ ખનિજ વિભાગે તવાઈ બોલાવી છે. શેત્રુંજી નદીમાંથી રેતી ચોરીની ફરિયાદ બાદ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન બે ટ્રેક્ટર સાથે ખનન માફિયાઓ રેતી કરતા ઝડપાયા હતા. આંબા અને ચાપાથલના શેત્રુંજી નદી વિસ્તારમાંથી રેતી ચોરી કરવામાં આવી રહી હતી. આ ઘટનાને પગલે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ રેતી માફિયા સામે કાર્યવાહી કરતા રેત ચોરોમાં ફફડાટ ફેલાયો છે અને 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
આ પણ વાંચો: Amreli: બાબરા અમરેલી હાઈવે પર ચાલુ છકડાના ચાલકને આવ્યો હાર્ટ એટેક, ઘટનાના CCTV આવ્યા સામે- Video
અમરેલી ખાણ ખનીજ અધિકારી સુમિત ચૌહાણની અલગ અલગ ટીમો શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમરેલી તાલુકાના ચાપાથળ ફતેપુર શેત્રુંજી નદીના પટ માંથી એક રેતી ચોરી કરતુ ટ્રેક્ટર ઝડપી લીધું છે અને બીજું આંબા જીરા શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં દરોડો પાડતા ટ્રેક્ટર રેતી ચોરી કરતા ઝડપી લેવામાં આવ્યુ છે. બંને ટ્રેક્ટર સીઝ કરી ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમરેલી ખાણ ખનીજ વિભાગની ટીમ હરકતમાં આવી રાત દિવસ રેતી માફિયાઓ સામે વોચ ગોઠવી રેતી ચોરી કરનારા સામે તવાય બોલાવી રહી છે, જિલ્લામાં સૌથી મોટી શેત્રુંજી નદીના પટમાં વારંવાર ખાનગી રાહે રેતી માફિયાઓ રેતી ચોરી કરવાનો પ્રયાસ કરતા હોવાને કારણે સ્થાનિક લોકો દ્વારા રેતી ચોરીની ફરિયાદ કરવામાં આવી હતી જેના કારણે અમરેલી ખાણ ખનીજ વિભાગ સક્રિયતા દાખવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
ડીજીટીલ ટીવી નાઈન દ્વારા અમરેલી ખાણ ખનીજ અધિકારી સુમિત ચૌહાણનો સંપર્ક કરતા કહ્યું સ્થાનિક સરપંચએ રજુઆત કરી હતી એટલે અમારી ટીમ દ્વારા રેડ કરી ટ્રેક્ટરો ઝડપી લીધા છે હજુ પણ અમારી ટીમ નું પેટ્રોલિંગ ચાલુ છે ગેરકાયદેસર રેતી ચોરી કરતા વાહનો સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરીશુ.
આપને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ શેત્રુંજી નદીમાંથી રેતી ચોરીના સીસીટીવી સામે આવ્યા હતા. સાવરકુંડલાના સીમરણ જીરા ગામ નદીમાંથી રેતી ચોરી થતી હોવાની સરપંચે રજૂઆત કરી હતી. આ રેતીચોરીની સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેના આધારે સરપંચે કલેક્ટરને પત્ર લખી નદીમાંથી ખનિજ ચોરી બંધ કરાવવા અને ભૂમાફિયાઓ સામે કાર્યવાહી રજૂઆત કરી હતી.
Input Credit- Jaydev Kathi- Amreli
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
