અમરેલી: ગુડ્સ ટ્રેનની અડફેટે આવેલ સિંહણનું સારવાર દરમિયાન થયુ મોત, 15 દિવસમાં બે સિંહોના મોત- વીડિયો

અમરેલી: ગુડ્સ ટ્રેનની અડફેટે આવેલ સિંહણનું સારવાર દરમિયાન થયુ મોત, 15 દિવસમાં બે સિંહોના મોત- વીડિયો

| Edited By: | Updated on: Jan 16, 2024 | 9:01 PM

અમરેલીમાં સાવરકુંડલાના અમૃતવેલના ઝાંપા નજીક રેલવે ટ્રેક પાસે ગુડ્સ ટ્રેન સાથે સિંહણ અને સિંહબાળ અથડાયા હતા. જેમાં 4 વર્ષના સિંહનું પહેલા મોત થયુ હતુ. જ્યારે અન્ય એક સિંહણની સારવાર ચાલી રહી હતી. જો કે આ સિંહણનું પણ આજે મોત થયુ છે. 15 દિવસમાં 2 સિંહોના ટ્રેનની અડફેટે આવતા મોત થયા છે.

અમરેલીમાં 15 જ દિવસના અંતરાલમાં બે સિંહોના મોત થયા છે. સાવરકુંડલા વીજપડી મથક પાસે ટ્રેનની અડફેટે આવતા સિંહણને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઈજાગ્રસ્ત સિંહણને જુનાગઢ સક્કરબાગ સારવાર અર્થે ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન સિંહણનું મોત થયુ છે. આ તરફ સાવરકુંડલા નજીક અમતવેલ રેલવે ટ્રેક પર 4 વર્ષના સિંહનું સુરેન્દ્રનગર પીપાવાવ પોર્ટ ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા મોત થયુ હતુ.

અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક સિંહ માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. આ પહેલા પણ સાવરકુંડલા વીજપડી નજીક એક સિંહ અકસ્માતનો ભોગ બન્યો હતો. રેલવે ટ્રેક પર ફેન્સિંગ ન હોવાના કારણે સિંહો વારંવાર રેલવે ટ્રેક પર આવી જાય છે અને ટ્રેનની ટક્કરે આવી જવાથી મોતને ભેટી રહ્યા છે.

આ પણ વાંચો: ગીરની કેસર કેરી બાદ કચ્છી ખારેકને મળ્યુ જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન, GI ટેગ મેળવનારુ ગુજરાતનું બીજુ ફળ

વનવિભાગ ફેન્સિંગ હોવાના મોટા મોટા દાવા તો કરી રહ્યુ છે, પરંતુ જમીની હકીકત તદ્દન જૂદી છે. જો રેલવે ટ્રેક પર ફેન્સિંગ હોય તો સિંહો કેવી રીતે ટ્રેક પર આવી રહ્યા છે તે પણ મોટો સવાલ છે.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો