અમરેલી: પટવા ગામના મજૂરને માર મારવા મામલે હિરા સોલંકી થયા લાલઘુમ, ફોન કરીને આપી ગર્ભીત ચેતવણી- Video

અમરેલીના રાજુલાથી ધારાસભ્ય હિરા સોલંકીનો આક્રમક અંદાજ જોવા મળ્યો છે. રાજુલાના પટવા ગામના કોળી સમાજના એક શ્રમિક વ્યક્તિને માર મારવાની ઘટના સામે આવતા હિરા સોલંકી લાલઘુમ થયા હતા અને ફોન કરીને પોતાનુ દબંગ રૂપ બતાવ્યુ.

| Edited By: | Updated on: Oct 26, 2025 | 3:47 PM

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા-જાફરાબાદનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય હિરા સોલંકી હંમેશા કોળી સમાજના લોકો માટે મુખર બનીને અવાજ ઉઠાવતા રહે છે અને તેમના સમાજના લોકો માટે હંમેશા ઢાલ બનીને ઉભા રહે છે. તાજેતરમાં જ સામે આવેલી ઘટના આ વાતની સાબિતી આપે છે. રાજુલાના પટવા ગામના એક કોળી સમાજના શ્રમીકને આસરણા ગામના કેટલાક લોકોએ માર મારતા હિરા સોલંકી આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. પોતાના સમાજના લોકો માટે તેમણે તેમનુ દબંગ રૂપ પણ બતાવ્યુ અને માર મારનારા તત્વોના આસરણા ગામ પહોંચી હિરા સોલંકીએ અસામાજિત તત્વોને ગર્ભિત ચેતવણી પણ આપી દીધી.

ટ્રેકટર ચલાવવા બાબતે ના પાડવા બાબતે થયેલી બબાલમાં કોળી સમાજના વ્યક્તિને માર માર્યો હતો. માર મારનારા લોકોમાં ડુંગરના ઈબ્રાહિમ અને કાળુભાઈના નામો સામે આવતા હિરા સોલંકીએ ખુદ ફોન કરીને ચેતવણી આપી હતી કે ટ્રેક્ટર એમને મન પડે ત્યાં રોજ ચાલશે અને જો કોઈ તેમને રોકશે કે તેમને કંઈપણ થશે તો ધ્યાન રાખજો જાફરાબાદ બહુ દૂર નથી. હિરા સોલંકીએ કડક સંદેશો આપ્યો કે હવે કોઈ કોળી સમાજના એકપણ વ્યક્તિને અડવુ જોઈએ નહીં, જે કોઈ હોય તેમને કહી દેજો કે ભાઈ ખુદ આવ્યા હતા. હિરા સોલંકીએ તેમના સમાજના લોકોની વહારે પહોંચ્યા અને માર મારનારા લોકોને કડક ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ ખુદ આસરણા ગામ પહોંચ્યા અને પીડિત મજૂરના હાલચાલ જાણ્યા હતા અને માર મારનારાઓને પણ ગર્ભીત ચેતવણીના સૂરમાં સમજાવી દીધા હતા.

જો અમેરિકામાં શટડાઉન લાંબુ ખેંચાયુ તો મહાસત્તાનું સિંહાસન ડોલવા લાગશે કે કેમ?– વાંચો