અમરેલીના લીલીયામાં વીજળી ન મળતા ખેડૂતોમાં રોષ, વીજ કચેરીએ હંગામો મચાવ્યો

અમરેલીના લીલીયામાં વીજળી ન મળતા ખેડૂતોમા ભારે નારાજગી જોવા મળી રહી છે . તેમજ ધારાસભ્ય પ્રતાપ દુધાત સાથે વીજ કચેરી પહોંચી હંગામો મચાવ્યો હતો.

ગુજરાતમાં(Gujarat)વીજ સંકટ(Power Crisis)આવી શકે છે આવી અટકળો વચ્ચે અમરેલીના(Amreli) લીલીયામાં વીજળી ન મળતા ખેડૂતોમા(Farmers)  ભારે નારાજગી જોવા મળી રહી છે . તેમજ ધારાસભ્ય પ્રતાપ દુધાત સાથે વીજ કચેરી પહોંચી હંગામો મચાવ્યો હતો.ખેડૂતોએ અધિકારીઓ સમક્ષ અનિયમિત વીજળી મુદ્દે રજૂઆત કરી હતી.

આ ઉપરાંત બે દિવસ પૂર્વે અમરેલીના રાજુલાના વાવેરા ગામના ખેડૂતોમાં રોષ પણ વીજ પૂરવઠાને લઈને રોષ જોવા મળ્યો હતો. જેમાં તાઉતે વાવાઝોડા બાદ આજે ખેતીવાડીની વીજળી મળતી નથી. જેને લઈને વીજ કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો બે દિવસમાં નિરાકરણ નહીં આવે તો ઉપવાસ પર ઉતરશે.

આ ઉપરાંત ગુરુવારે રાજકોટમાં(Rajkot)ભારતીય કિસાન સંઘના(Bhariya Kisan Sangh)પ્રતિનિધિઓએ PGVCLના રાજકોટ ઓફિસે દેખાવો કર્યા હતા. જેમાં ગ્રામ્ય વિસ્તારની વાડીમાં ખેડૂતોને મુશ્કેલી થઇ રહી હોવાથી વીજકાપ ન કરવાની માંગણી પણ કરવામાં આવી. કિસાન સંઘે 8 દિવસની અંદર ખેડૂતો માટે કોઈ નક્કર પગલા નહીં ભરાય તો PGVCLના દરેક ઓફિસમાં તાળા મારવાની ચીમકી ઉચ્ચારી હતી.

જો કે બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના બેહ ગામના ખેડૂતોને છેલ્લા 10 દિવસથી પૂરતા પ્રમાણમાં વીજપુરવઠો નથી મળી રહ્યો.આથી તંત્રને ઢંઢોળવા તેમણે ઢોલ શરણાઈ લઈ રાસ રમી ખંભાળીયા PGVCLની કચેરીમાં વિરોધ દર્શાવ્યો.ખેડૂતોને પૂરતી વીજળી નહીં મળતાં અનેક મુશ્કેલી સર્જાઈ રહી છે.

આ પણ વાંચો : હિના પેથાણી હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતને સાબરમતી જેલમાં ધકેલાયો

આ પણ વાંચો :  ગુજરાતમાં નવી શિક્ષણ નીતિના અમલ માટે સમિતિની રચના, 15 દિવસમાં અહેવાલ રજૂ કરશે

Click on your DTH Provider to Add TV9 Gujarati