અમરેલી: અનોખા સરદાર પ્રેમી, બાબરાના ગોપાલ વસ્તાપરાએ 148 વલ્લભને એકમંચ પર લાવી કર્યુ સન્માન

અમરેલી: અનોખા સરદાર પ્રેમી, બાબરાના ગોપાલ વસ્તાપરાએ 148 વલ્લભને એકમંચ પર લાવી કર્યુ સન્માન

| Updated on: Oct 31, 2023 | 6:13 PM

અમરેલી: બાબરાના અનોખા સરદાર પ્રેમી ગોપાલ વસ્તાપરા તેમના અનોખા વિચારને સરદાર જયંતિએ હકીકતમાં બદલ્યો. વલ્લભ નામ ધરાવતા 148 લોકોને એક મંચ પર લાવવામાં આવ્યા અને તેમનું સન્માન કરવામાં આવ્યુ. આ ઉપરાંત ગોપાલ વસ્તાપરાએ અત્યાર સુધીમાં 400થી વધુ ગામોમાં સરદારની પ્રતિમા સ્થાપિત કરી ચુક્યા છે.

અમરેલીના બાબરાના ચમારડી ગામે અનોખી રીતે સરદાર પટેલ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. એકતામાં જ અખંડીતતાનું સૂત્ર આપનાર સરદાર પટેલની, આઝાદી બાદ દેશને એક તાંતણે બાંધવામાં પણ મહત્વની ભૂમિકા રહી. ત્યારે સમાજના તમામ વર્ગોમાં વલ્લભ નામ ધરાવતા 148 લોકોએ એક મંચ પર લાવવામાં આવ્યા. આ વલ્લભોનું પુષ્પગુચ્છ અને સરદાર પ્રતિકૃતિ સાથે સન્માન કરવામાં આવ્યું. મહત્વપૂર્ણ છે કે સરદાર પ્રેમી ઉદ્યોગપતિ ગોપાલ વસ્તાપરાને આ અનોખો વિચાર આવ્યો અને તેઓએ વિચારને હકીકતમાં ફેરવ્યો.

બાબરાના ચમારડી ખાતે આયોજીત કાર્યક્રમમાં વલ્લભ નામ ધરાવતા વ્યક્તિઓનું વિશેષ સન્માન કરાયું તો દેશના લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાને જળાભિષેક અને હારતોરા કરીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી. સ્થાનિક ધારાસભ્યએ પ્રયાસની સરાહના કરી. સરદાર પટેલ જન્મ જયંતિએ સન્માનિત લોકોએ ખુશીની લાગણી વ્યક્તિ કરી.

આ પણ વાંચો: અમરેલી જિલ્લામાં ખાણ ખનિજ વિભાગનો સપાટો, શેત્રુંજીમાંથી રેતી ચોરી કરનારા 8 વાહનો ઝડપ્યા

1942માં હિંદ છોડો ચળવળમાં સહાયક ભૂમિકા ભજવનાર અને 565 રજવાડાને એક કરનાર, સરદાર પટેલને લોકોના હૈયામાં જીવંત રાખવા સરદાર પ્રેમી ઉદ્યોગકાર ગોપાલ વસ્તાપરા વર્ષોથી મથામણ કરી રહ્યા છે. અને અત્યાર સુધી તેઓ 400થી વધુ ગામોમાં સરદારની પ્રતિમા સ્થાપિત કરી ચૂક્યા છે. આ તેમનો સરદાર પ્રેમ જ છે એક સામાન્ય વલ્લભને મહાન બનાવી રહ્યો છે.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 31, 2023 06:12 PM