અમિત શાહે જગન્નાથ મંદિરમાં દર્શન કરી પોતાના મતક્ષેત્રમાં ઉડાવ્યા પતંગ, CMએ પણ આપ્યો સાથ

અમિત શાહે જગન્નાથ મંદિરમાં દર્શન કરી પોતાના મતક્ષેત્રમાં ઉડાવ્યા પતંગ, CMએ પણ આપ્યો સાથ

| Edited By: | Updated on: Jan 09, 2025 | 5:14 PM

ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા અમિત શાહે સૌપ્રથમ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા. ત્યારબાદ તેમણે બ્રાહ્મણોને વસ્ત્રોનું દાન કરી ગાયોને ઘાસ ખવડાવ્યુ હતુ. દર વર્ષની જેમ અમિત શાહે આ વર્ષે પણ પતંગબાજીની મજા માણી.

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તરાયણના પર્વે પણ એક્શનમાં જોવા મળ્યા. અમિત શાહે સૌપ્રથમ જગન્નાથ મંદિરે પહોંચ્યા. જ્યાં શાહે જગતના નાથના દર્શન અને પૂજા પાઠ કર્યા. પૂજાપાઠ બાદ અમિત શાહે પરિવાર સાથે પ્રભુની આરતી ઉતારીને ધન્યતા અનુભવી. પ્રભુ દર્શન બાદ અમિત શાહે ગજાનનને ઘાસ ખવડાવ્યુ અને બ્રાહ્મણોને વસ્ત્રોનું દાન કર્યુ.

આ પણ વાંચો: મકરસંક્રાંતિ પર્વએ પીએમ મોદીએ ગાયો સાથે વિતાવ્યો સમય, ઘાસચારો અને ગોળ ખવડાવી સ્નેહ કરતા જોવા મળ્યા -વીડિયો

ધર્મભક્તિના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ અમિત શાહ વેજલપુર પહોંચ્યા. જ્યાં કાર્યકરો અને મિત્રો સાથે ઉડતી મુલાકાત બાદ, શાહે લડાવ્યા પતંગના પેચ. અમિત શાહે મિત્રો, પરિવારજનો અને કાર્યકરો સાથે પતંગની મજા માણી. ગાંધીનગરના વાવોલ ખાતે પણ અમિત શાહે પતંગબાજીની મજા માણી હતી. અમિત શાહ અમદાવાદમાં જીવરાજપાર્ક વિસ્તાર, સાબરમતી તેમજ ગાંધીનગરમાં કાર્યકરો અને મિત્રો સાથે પતંગબાજીની મજા માણતા જોવા મળ્યા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 14, 2024 11:54 PM