Ahmedabad: આરોગ્ય સામે ખતરારૂપ 75 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકના વેચાણ કરતા એકમો પર AMCનો સપાટો

અમદાવાદ (Ahmedabad) મનપાના સોલિડ વેસ્ટ વિભાગની (Solid Waste Section)ટીમે 75 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકના વેચાણ કરતા એકમો પર તવાઈ બોલાવી છે. અમદાવાદ શહેરના ખાણીપીણીની દુકાનો, ગિફ્ટ આર્ટીકલ તેમજ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનું વેચાણ કરતી દુકાનો પર તપાસ હાથ ધરાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 4:41 PM

અમદાવાદમાં (Ahmedabad) હવે હેલ્થને હાનિકારક એવા સિંગલ યુઝ પ્લાસ્ટિક (Single use plastic) પર પ્રતિબંધ મૂકવામા આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આ મામલે મહત્વનો પરિપત્ર કર્યો છે. જે મુજબ, હવે અમદાવાદમાં 120 માઇક્રોનથી ઓછા અને રિસાઈકલ ન થઈ શકે એવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકાયો છે. અમદાવાદમાં 1 જુલાઈથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાશે. જો કે આ પહેલા જ મનપાના સોલિડ વેસ્ટ વિભાગની (Solid Waste Section) ટીમે 75 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકના વેચાણ કરતા એકમો પર તવાઇ બોલાવી છે.

અમદાવાદ મનપાના સોલિડ વેસ્ટ વિભાગની ટીમે 75 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકના વેચાણ કરતા એકમો પર તવાઈ બોલાવી છે. અમદાવાદ શહેરના ખાણીપીણીની દુકાનો, ગિફ્ટ આર્ટીકલ તેમજ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનું વેચાણ કરતી દુકાનો પર તપાસ હાથ ધરાઈ હતી. સોલિડ વેસ્ટ વિભાગની ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. સીંગલ યુઝ પ્લાસ્ટીકને લઈ મનપાએ તપાસ હાથ ધરી હતી.

બીજી તરફ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સિવિલ હોસ્પિટલ પાસે આવેલી ખાણીપીણી બજાર, હોટલ, જ્યુસ સેન્ટર પર તપાસ હાથ ધરી હતી. ઉનાળામાં વધતી જતી ગરમીની સાથે રોગચાળો પણ વધી રહ્યો છે. અમદાવાદમાં વધતા જતા રોગચાળાને લઈ તંત્ર જાગ્યું છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સિવિલ હોસ્પિટલ પાસેના પાણીના સેમ્પલ લઈને નમૂના લીધા હતા અને જે દુકાન પાસે લાયસન્સ ન હોય તેને દંડ ફટકારવામાં આવ્યો હતો. બીજી તરફ 75 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકના વેચાણ કરતા એકમો પર પણ મનપાના સોલિડ વેસ્ટ વિભાગની ટીમે તવાઈ બોલાવી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">