Ahmedabad: LG હોસ્પિટલના નવીનીકરણને લઈને મોટા સમાચાર, કોરોનામાં પડેલી હાલાકી બાદ અમદાવાદીઓ માટે રાહતના શ્વાસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે શહેરના વિકાસના કામો માટે દર સપ્તાહે વિવિધ કમિટીઓ મળતી હોય છે. ત્યારે આજે હેલ્થ, હોસ્પિટલ, રેવન્યુ, લીગલ, રીક્રિએશન સહિત 7 કમિટીઓ મળી. જેમાં કેટલીક કમિટીમાં પ્રજાલક્ષી નિર્ણય લેવાયા. તો રેવન્યુ કમિટીમાં કર્મચારીને લગતા પણ નિર્ણય લેવાયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 11:53 PM

કોરોનાકાળ (Corona) પછી દર્દીઓની મુશ્કેલી પછી હવે અમદાવાદના (AHMEDABAD) નાગરિકો માટે એક મોટા સમાચાર છે. અમદાવાદની એલ જી હોસ્પિટલનું (LG Hospital) અંદાજે 100 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. મળતી માહિતિ મુજબ એલજી હોસ્પિટલને 10 માળની બનાવવામાં આવશે. આ અંતર્ગત જૂની એલ જી હોસ્પિટલને તોડી હવે નવી ઇમારત બનાવાશે. આ નવી હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા રાખવામાં આવશે. એટલું જ નહીં આ ઉપરાંત 200 કરોડના ખર્ચે 7 માળની શારદાબેન હોસ્પિટલ પણ બનાવવાનો પ્લાન છે.

કોરોનાની બીજી લહેર વચ્ચે સામાન્ય જનતાને પડેલી હાલાકીથી હાહાકાર મચી ગયો હતો. કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો છલકાઈ ગઈ હતી. આ બીજી લહેર બાદ સામન્ય જનતા માટે સારા સમાચાર આવ્યા છે. અમદાવાદના નાગરીકોને મોટી ભેટ મળવા જઈ રહી છે, અમદાવાદની એલ જી હોસ્પિટલના નવીનીકરણ અંગે ખાસ સમાચાર આવ્યા છે. એલજી હોસ્પિટલને 10 માળની બનાવવાનો પ્રોજેક્ટ લોકો માટે આશીર્વાદ બનશે તેવું કહેવાઈ રહ્યું છે. અંદાજે 100 કરોડના ખર્ચે આ હોસ્પિટલનું નવીનીકરણ થવાનું છે. જેમાં દરેક સુવિધાઓ હશે. આ સહીત 200 કરોડના ખરશે શારદાબેન હોસ્પિટલ પણ બનાવવામાં આવશે જે 7 માળની હશે. આ અંગે આગામી દિવસમાં હોસ્પિટલની ડિઝાઇન તૈયાર કરી અને ટેન્ડરિંગ પ્રક્રિયા કરી કામગીરી કરવા amc એ તૈયારી બતાવી છે. અને તેમ થશે તો દર્દીઓને વધુમાં વધુ સુવિધા મળી રહેશે.

 

 

આ પણ વાંચો: Ahmedabad : Amc ખાતે મળી વિવિધ કમિટીઓ, કેટલીક કમિટીમાં લેવાયા મહત્વના નિર્ણય

આ પણ વાંચો: AHMEDABAD: આધેડ નરાધમે ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ, વતન ભાગે તે પહેલા પોલીસે ઝડપી લીધો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">