રોડ-ખાડા અને AMC! હવે અમદાવાદના રસ્તાઓના રિસરફેસિંગ માટે AMC ખર્ચશે આટલા કરોડ રૂપિયા

Ahmedabad: શહેરના વિવિધ ઝોનના રસ્તાઓને રિસરફેસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં મળેલી કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે.

Ahmedabad: શહેરના વિવિધ ઝોનના રસ્તાઓને રિસરફેસ કરવામાં આવશે. જ્યારે શહેરમાં રો રસ્તાઓની હાલત ખુબ બિસ્માર થઇ ગઈ છે. ત્યારે AMC ની મળેલી કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે. માહિતી અનુસાર મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી રસ્તાઓ રિસરફેસ કરવાની યોજના બનાવવામાં આવી છે. રોડ રસ્તા રીપેરીંગના ખર્ચ પેટે 74.12 કરોડ રૂપિયા વાપરવાની વાત છે. ખાડાઓ પુરવાની કામગીરી અંગે પણ સ્ટેન્ડિંગ કમિટિમાં ચર્ચા હતી. નવરાત્રી પહેલા ખાડા પુરવાના લક્ષ્યને લઈને ચાલતા AMC માં 3 દિવસમાં શહેરમાં ખાડાઓ પુરવા 4 હજાર મેટ્રિક ટન હોટ મિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જ 20 કરોડથી વધુના પાણી અને ડ્રેનેજના કામોને પણ મંજૂરી અપાઈ છે.

મહત્વનું છે કે મેટ્રો સીટી થોડા વરસાદમાં પણ ખાડા સીટી બની જાય છે. આવામાં રોડ રસ્તાના કામની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા થતા રહે છે. ત્યારે મેટ્રોના કામકાજના કારણે પણ રોડ તૂટી જતા હોય છે. તાજેતરમાં જ અમદાવાદમાં મેટ્રોના કામને કારણે 12 રૂટના રસ્તા પર પડેલા ખાડાઓ 10 ઓક્ટોબર સુધીમાં પુરવા પણ કોર્પોરેશને મેટ્રોને અલ્ટીમેટમ આપ્યું છે. કોર્પોરેશને મેટ્રો રેલ કોર્પોરેશનના જનરલ મેનેજરને પત્ર લખી મેટ્રોની કામગીરીને કારણે ડેમેજ થયેલા રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવા જણાવ્યું છે. કોર્પોરેશન અને મેટ્રો વચ્ચે કામગીરી દરમ્યાન રોડને નુકસાન થાય તો મેટ્રો દ્વારા તેનું રીપેરીંગ કરવા કરાર થયેલા છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પશ્ચિમ અમદાવાદમાં મેટ્રોની કામગીરીને કારણે 12 જેટલા રૂટ પર રસ્તાઓને થયેલા નુકસાનની યાદી તૈયાર કરી મેટ્રોના જનરલ મેનેજરને સુપરત કરી છે. અગાઉ પણ અનેક વખત મેટ્રો રેલ કોર્પોરેશનને મ્યુનિ. દ્વારા રસ્તાઓ રીપેર કરવા રજુઆત કરવામાં આવી હતી. પરંતુ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા રસ્તાઓ રીપેર કરવાની કામગીરી કરવામાં આવી નથી. ત્યારે હવે કોર્પોરેશને મેટ્રોને પત્ર લખી 10 ઓક્ટોબર સુધીમાં ખાડાઓ પુરવા અલ્ટીમેટમ આપ્યું છે.

 

આ પણ વાંચો: Banaskantha: થરાદ-ધાનેરા વચ્ચે ઓઇલ ભરેલું ટેન્કર પલટી મારી જતા આગ ભભૂકી ઉઠી, ભયાનક દ્રશ્યો આવ્યા સામે

આ પણ વાંચો: AMC એ રજુ કર્યા ચોંકાવનારા આંકડા: આટલી શાળાઓ, રહેણાંક-કોમર્શિયલ બિલ્ડીંગ, મોલ પાસે ફાયર NOC જ નથી

Click on your DTH Provider to Add TV9 Gujarati