Ahmedabad : પ્રદૂષણ ફેલાવતી કન્સ્ટ્રક્શન સાઈટ સામે સતત બીજા દિવસે કાર્યવાહી, 25 બાંધકામ સાઇટ સીલ કરાઇ, જુઓ Video
અમદાવાદમાં એર પોલ્યુશન ખરાબ કરતા બાંધકામ સાઇટ પર AMCએ લાલ આંખ કરી છે. ગ્રીન નેટ ન લગાવનાર વધુ 25 સાઇટ સીલ કરવામાં આવી છે. દક્ષિણમાં 3, ઉત્તરમાં 4, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમમાં 4-4 સાઇટ સીલ કરવામાં આવી છે. પૂર્વ ઝોનમાં સૌથી વધુ 8 બાંધકામ સાઇટ સીલ કરાઇ છે. બે દિવસમાં AMCએ કુલ 66 બાંધકાઇ સાઇટ પર કાર્યવાહી કરવામાં આવી છે.
Ahmedabad : અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ફેલાવતી કન્સ્ટ્રક્શન સાઈટ સામે સતત બીજા દિવસે AMCએ કાર્યવાહી કરી છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર લીલા પડદા, ગ્રીન નેટ લગાવવાના નિયમોની ઐસીતૈસી કરનારા બિલ્ડર્સ અને ડેવલપર્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોર્પોરેશને સતત બીજા દિવસે વધુ 25 બાંધકામ સાઇટ સીલ કરી દીધી છે.
સતત બીજા દિવસે પૂર્વ ઝોનમાં સૌથી વધુ 8 બાંધકામ સાઈટ સીલ કરવામાં આવી છે. શહેરના દક્ષિણ ઝોનમાં 3, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 4, ઉત્તર ઝોનમાં 4, દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં 4 અને મધ્ય ઝોનમાં 2 બાંધકામ સાઇટ સીલ કરાઇ છે. AMC દ્વારા બે દિવસમાં એર પોલ્યુશન ફેલાવતી કુલ 66 બાંધકામ સાઈટ ‘સીલ’ કરવામાં આવી છે. આગામી દિવસોમાં રેતી, સિમેન્ટ, ડસ્ટ ઉડાડીને પ્રદૂષણ ફેલાવતી બાંધકામ સાઈટ સામે આકરાં પગલાં લેવાશે.
પ્રથમ દિવસે અમદાવાદ શહેરમાં 41 જેટલી સાઈટ સીલ કરવામાં આવી હતી. સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં 25 સાઈટ સીલ કરવામાં આવી હતી.પૂર્વ ઝોનમાં 25, દક્ષિણ ઝોનમાં 6 સાઇટ સીલ કરવામાં આવી હતી.સૌથી વધુ નિકોલમાં સાઈટ સીલ કરવામાં આવી. ઓઢવ,વિરાટનગર, હાથીજણ, મેમનગર, ઘુમામાં પણ સાઈટ સીલ કરી દેવામાં આવી.નિયમનું પાલન નહીં કરાતા કાર્યવાહી કરવામાં આવી. કન્સ્ટ્રક્શન સાઇડ દ્વારા પર્યાવરણને નુકસાન થતું હોવાથી કાર્યવાહી કરાઈ છે.
